✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જૂનમાં ફુગાવો ઘટીને પાંચ વર્ષના તળિયો, ઔદ્યોગિક ઉત્પાદન આંક ગગડીને 1.7%

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jul 2017 08:00 AM (IST)
જૂનમાં ફુગાવો ઘટીને પાંચ વર્ષના તળિયો, ઔદ્યોગિક ઉત્પાદન આંક ગગડીને 1.7%
1

સીએસઓ દ્વારા જારી કરાયેલા ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા મુજબ ગત વર્ષના સમાનગાળાના 7.3 ટકાની તુલનાએ ચાલુ વર્ષે એપ્રિલ-મેના સમયગાળા દરમિયાન ફેક્ટરી ઉત્પાદન ઘટીને 2.3 ટકા નોંધાયું હતું. દેશમાં રોકાણના મહત્વના સંકેત ગણાતાં કેપિટલ ગૂડ્ઝ સેગમેન્ટમાં ઉત્પાદન મે, 2016ના 13.9 ટકાની તુલનાએ સમીક્ષાના સમયગાળામાં 3.9 ટકા સંકોચાયું હતું. કન્ઝ્યૂમર ડ્યુરેબલ સેગમેન્ટના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો હતો. માઈનિંગ સેક્ટરમાં ગત વર્ષે સમાન સમયગાળામાં જોવાયેલી 5.7 ટકાની વૃદ્ધિની તુલનાએ ચાલુ વર્ષે મે મહિનામાં 0.9 ટકાનો ઘટાડો જોવાયો હતો.

2

સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ(સીએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર મે મહિનાના (-)1.05 ટકાની તુલનાએ જૂન મહિનામાં સમગ્ર ફૂડ બાસ્કેટમાં 2.12 ટકાનું સંકોચન જોવાયું હતું. શાકભાજીના ભાવનો ફુગાવો 16.53 ટકા તથા કઠોળના ભાવનો ફુગાવો 21.92 ટકા ઘટ્યો હતો. જોકે માસિક ધોરણે ફળ-ફળાદીના ભાવમાં વધારો નોંધાયો હતો.

3

ફુગાવા અંગે માહિતી આપતાં દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયને જણાવ્યું હતું કે છૂટક ફુગાવાનો 1.54 ટકાનો આંક ઐતિહાસિક તળિયું દર્શાવવા ઉપરાંત આર્થિક સ્થિરતમાં કોન્સોલિડેશનનો સંકેત આપે છે. આ અગાઉ ફુગાવાનું આટલું નીચું સ્તર 1999માં અને તે પહેલાં ઓગસ્ટ, 1978માં જોવાયું હતું તેમ તેમણે ઉમેર્યું હતું. કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ)ની વર્તમાન સીરિઝ જાન્યુઆરી, 2012માં રજૂ કરાઈ હતી. મે, 2017માં ફુગાવો 2.18 ટકાના સ્તરે જોવાયો હતો.

4

નવી દિલ્હીઃ શાકભાજી, ડેરી પ્રોડક્ટ જેવી ખાદ્ય વસ્તુઓની કિંમત સસ્તી થવાને કારણે છૂટક ફુવાગો જૂન મહિનામાં 1.54 ટકાની ઐતીહાસિક નીચલી સપાટીએ જોવા મળ્યો છે. જેના કારણે આગામી મહિને થનારી નાણાંકીય નીતિ સમીક્ષામાં વ્યાજ દરમાં આરબીઆઈ ઘટાડો કરી શકે છે. જોકે માઈનિંગ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોની નબળી કામગીરીને પગલે મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ ગત વર્ષના આઠ ટકાની તુલનાએ ઘટીને 1.7 ટકાના સ્તરે ગગડી હતી.

  • હોમ
  • બિઝનેસ
  • જૂનમાં ફુગાવો ઘટીને પાંચ વર્ષના તળિયો, ઔદ્યોગિક ઉત્પાદન આંક ગગડીને 1.7%
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.