ટૂંકમાં જ રેલવે એપથી બુક થઈ શકશે ફ્લાઈટ ટિકિટ, આવી રહી છે નવી એપ
એવામાં જરૂર હતી કે આ તમામ સેવાઓને એક જ જગ્યા પર લાવવામાં આવે. આ એપ દ્વારા ટ્રેન સંબંધિત સેવાઓ ઉપરાંત ટેક્સી, હોટલ અને એર ટિકિટ પણ બુક કરાવી શકાશે. ભારતીય રેલવેની આ ઇન્ટીગ્રેટેડ રેલવે મોબાઈલ એપના પ્રોજેક્ટની જાહેરાત રેલવે બજેટ 2016-17માં કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીએ કહ્યું કે, રેલવે યાત્રા દરમિયાન સ્વચ્છતા સહિત પ્રવાસીઓની જુદી જુદી જરૂરતોને પૂરી કરવા માટે હાલમાં રેલવે પાસે અનેક એપ છે પરંતુ તેમાં મોટાભાગની માત્ર એક જ સેવા ઉપલબ્ધ કરાવે છે. તેના માટે યૂઝર્સે દરેક સર્વિસ માટે એક એક એપને સર્ચ કરીને ડાઉનલોડ કરવાની હોય છે.
પ્રોજેક્ટ સાથે જોડાયેલ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ એપ્લીકેશનનો વિકાસ રેલવેના સોફ્ટવેર એકમ CRIS કરી રહી છે. તેના પર સાત કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો અંદાજ છે.
નવી દિલ્હીઃ રેલવે આ સપ્તાહે નવી મોબાઈલ એપ્લીકેશન શરૂ કરશે જેમાંથી એર ટિકિટ પણ બુક કરાવી શકાશે. આ ઇન્ટીગ્રેટેડ મોબાઈલ એપ પ્રવાસીઓની અલગ અલગ જરૂરિયાત પૂરી કરશે. તેમાં કુલી, રિટાયરિંગ રૂમ, ફૂડ માટે ઓર્ડરની સાથે ટ્રેન ટિકિટની બુકિંગ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -