અમેરિકાની 'બાહુબલી' બાઇકની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત
આ બાઇકમાં પહોળા ટાયર્સ, ચોપ્ડ ફેંડર્સ, ફ્લેટ ટ્રેક સ્ટાઇલ હેંડલબાર, લેધર સીટ્સ આપવામાં આવી છે. તેની હેડલાઇટ્સને ચારેતરફથી ક્રોમ લેસ કરવામાં આવી છે. જ્યારે તેને એલૉય વિલ્સ કાળા કલરના છે.
ઇન્ડિયન સ્કાઉટ બોબર બાઇકનું બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું છે. આ બાઇકને તમે માત્ર રુપિયા 50000 આપીને બૂક કરાવી શકો છો. આગામી કેટલાક સપ્તાહની અંદર બાઇકીની ડિલિવરી શરૂ કરી દેવામાં આવશે.કંપની ભારતમાં આ પાંચ રંગમાં બાઇકને લોંચ કરશે. થંડર બ્લેક, સ્ટાર સિલ્વર સ્મોક, બ્રોન્ઝ સ્મોક, ઇન્ડિયન મોટરસાઇકલ રેડ અને થન્ડર બ્લેક સ્મોક.
બાઇકમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અપફ્રંટ નવા છે અને રીયર સસ્પેંશન પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. બાઇકમાં 1,131 સીસીનું લિક્વિડ કૂલ્ડ વી ટ્વિન એન્જિન છે. જે 99bhpનો પાવર અને 97.6 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. એન્જિને 6 સ્પીડ ગીયરબોક્સથી લેસ કરાયું છે.
ગોવા ખાતે આયોજીત ઇન્ડિયા બાઇક વીકમાં આ બાઇકને લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં આ બાઇકની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 12.99 લાખ રૂપિયા છે.
આ બાઇકના ફૂટપેગ્સને એવી રીતે મુકવામાં આવ્યા છે કે સીટ પર બેઠેલા વાહન ચાલકનું પોશ્ચર યોગ્યરુપે રહે. બાઇકમાં મોટા અક્ષરે ફ્યૂઅલ ટેંક અને નવા એન્જિન કવર પર બોલ્ડ બેજ આપવામાં આવ્યો છે.
નવી દિલ્લી: અમેરિકાની બાઈક કંપની ઇન્ડિયન મોટરસાઇકલે ભારતમાં પોતાની નવી બાઇક સ્કાઉટ બોબર લોન્ચ કરી દીધી છે. આ બાઇકના ફિચર્સ અને લૂક જોતા તેને લોકો ‘બાહુબલી’ કહે છે. બોલ્ડ લૂક ધરાવતી આ બાઇક દેખાવમાં સ્ટાન્ડર્ડ સ્કાઉટ બાઇક જેવો જ છે. પરંતુ તેની ડિઝાઇનમાં થોડો ફેરફાર છે. જે તેને વધુ સારો લૂક આપે છે.