LPGની જેમ રેલવે ટિકિટ પર પણ 'ગિવ અપ' યોજના, સબસિડી છોડવા માટે કહેશે સરકાર
રિઝર્વેશન કાઉન્ટર પરથી બુકિંગ કરાવવા સમયે ફોર્મમાં એક કોલ જોડવામાં આવશે. તેમાં સબસિડી છોડવા માગતા પેસેન્જર્સ માટે ટિક લગાવવાનો વિકલ્પ હશે. રેલવેને પ્રવાસી ભાડા પર સબસિડીથી વાર્ષિક 35,000 કરોડ રૂપિયાનો બોજો પડે છે. તેની ભરપાઈ માલા ભાડાથી કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, રેલવે પ્રધાને આ પત્રને લઈને બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. બાદમાં એલપીજીની જેમ જ રેલવેએ ભાડામાં સબસિડી છોડવાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો. સ્કીમમાં ઈ ટિકિટ બુક કરાવતા સમયે સબસિડી વગર પૂરું ભાડું ચૂકવવાનો વિકલ્પ મળશે.
ત્યાર બાદ ખેરે પોતાની ટિકિટ પર મળતી સબસિડીના બદલામાં 950 રૂપિયાનો ચેક બનાવીને રેલવેને મોકલી આપ્યો. તેની સાથે જ ખેરે એક પત્ર પણ લખ્યો. તેમાં કહ્યું કે, તે આર્થિક રીતે સક્ષમ છે અને સબસિડી નથી જોઈતી.
રેલવેને આ વિચાર ફરીદાબાદના અવતાર કૃષ્ણ ખેર તરફથી મળ્યો છે. ખેરે આઈઆરસીટીસીની વેબસાઈટ દ્વારા પોતાની રેલવે ટિકિટ બુક કરાવી હતી. જ્યારે તેણે રેલવે ટિકિટ બુક કરાવી તેની પ્રિન્ટ કાઢી તો તેમાં નીચે લખ્યું હતું કે શું તમને ખબર છે કે તમારા ભાડામાં 43 ટકા દેશના સામાન્ય નાગરિક વહન કરે છે.
નવી દિલિ્હીઃ રાંધણગેસ બાદ હવે સરકાર રેલવેની ટિકિટો પર પણ સબસિડી ખતમ કરવાનો વિકલ્પ આપવાનીતૈયારીમાં છે. તેની શરૂઆત ટિકિટ પર સબસિડી છોડવાની ઇચ્છા ધરાવતા લોકો માટે ગિવ અપ સ્કીમથી થઈ રહી છે. રેલવે બોર્ડના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રેલવે પ્રધાન સુરેશ પ્રભુ આવતા સપ્તાહે આ યોજના લાગુ કરવાની જાહેરત કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -