✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટ્રેનોમાં આવતા મહિનાથી આરએસી કવોટા બમણો કરશે રેલવે મંત્રાલય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Oct 2016 03:11 PM (IST)
1

સાઇડ બર્થ સંપુર્ણ રીતે આરએસી કરવાથી રેલ્વેને એક વર્ષમાં લગભગ ૧પ૦૦ કરોડનો ફાયદો થશે. આનાથી જયાં એક તરફ વધુ યાત્રી મુસાફરી કરી શકશે તો બીજી તરફ રેલ્વેની ખોટમાં પણ ઘટાડો થશે.

2

નવી દિલ્હી: રેલવે હવે બધી જ ટ્રેનોમાં RAC કવોટા બમણો કરવા જઇ રહ્યુ છે. મળેલી માહિતી મુજબ રેલવે મંત્રાલય આરએસી એટલે રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન કવોટા બમણો કરવા માંગે છે અને આવતા મહિનાથી તે લાગુ થશે.

3

રેલ્વેના પ્રસ્તાવ મુજબ એકસપ્રેસ ટ્રેનોમાં એસી-૩ ડબ્બામાં વર્તમાન ચાર આરએસી સીટ છે તે વધારીને આઠ કરાશે. એસી-રમાં ત્રણ સીટને વધારીને છ કરાશે તો એસી-૧માં બે સીટ વધારીને ચાર સીટ કરાશે. આ બધી આરએસી સીટ પર મુસાફરી કરી રહેલા યાત્રીઓને કોઇ ટીકીટના કેન્સલેશનના બદલે કન્ફર્મ બર્થ પણ મળતી રહેશે.

4

તમામ ટ્રેનો જેમ કે, એકસપ્રેસ, શતાબ્દી, રાજધાની, દુરંતો અને પ્રિમિયમ ટ્રેનોમાં નીચેની સાઇડ બર્થને સંપુર્ણ રીતે આરએસી માટે રિઝર્વ કરી દેવાશે. રેલ્વેનો તર્ક છે કે, વર્તમાન વ્યવસ્થામાં ટીકીટોની ભારે માંગ છે અને જે લોકોને કોઈપણ જગ્યાએ જવુ હોય તો તેઓ બેસીને જવા માટે તૈયાર હોય છે. એવામાં આરએસી ક્વોટો બમણો કરવાથી યાત્રી માટે તહેવારોમાં વધુ બેઠકો ઉપલબ્ધ થઇ શકશે.

  • હોમ
  • બિઝનેસ
  • ટ્રેનોમાં આવતા મહિનાથી આરએસી કવોટા બમણો કરશે રેલવે મંત્રાલય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.