ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો, પ્રથમ વખત 73.33ના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
નવી દિલ્હી: ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે રૂપિયો રેકોર્ડ સ્તરે નીચલી સપાટીએ પહોંચી ગયો છે. બુધવારે નવા રેટ પ્રમાણે એક ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઘટીને 73.33 પર પહોંચી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂપિયામાં ઘટાડનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના વધતાં ભાવને માનવામાં આવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી રૂપિયામાં થઈ રહેલા ઘટાડાનો એક નવો રેકોર્ડ બની રહ્યો છે. હાલ રૂપિયો એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી બની ચુક્યો છે.
છેલ્લા કેટલાંક સમયથી અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો નબળો થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકારથી આપવામા આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રૂપિયાની ઘટની કિંમત રોકવામાં આવશે. જોકે હજી સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયોની અસર દેખાવાની બાકી છે.
સોમવારે રૂપિયો 72.91ના સ્તર પર બંધ રહ્યો હતો. મંગળવારે ગાંધી જયંતિના દિવસે ફોરેક્સ માર્કેટ બંધ હતું. જ્યારે આજે રૂપિયો 73.26 પર ખુલ્યો હતો અને ગબડીને 73.34 પર પહોંચી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -