ખિસ્સામાં માત્ર 200 ડોલર લઈ અમેરિકા ગયેલા ભારતીયે 25,000 કરોડમાં વેચી પોતાની કંપની, જાણો કોણ છે જ્યોતિ બંસલ
વર્ષ 2005માં બંસલે વિલી ટેક્નોલોજીમાં આક્રિટેક્ટ નોકરી કરી. 2006માં કોમ્પ્યુટર એસોસિએટ્સ નામની કંપની તેને ખરીદી લીધી અને બે વર્ષ બાદ બંસલે તે કંપની છોડીને ખુદની કંપની એપ ડાયનેમિક્સ શરૂ કરી. બંસલે શરૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો કારણ કે તેને બિઝનેસ સેટઅપ કરવો હતો. તેને મૂડીરોકાણ કરનારાઓને મનાવવા માટે અનેક વખત સિલિકોન વેલી જવું પડ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રેજ્યુએશન બાદ બંસલ એચ-1બી વીઝા પર કુપરટીનો ચાલ્યા ગયા, જ્યાં તેમણે એક સ્ટાર્ટઅપની શરૂઆત કરી. પોતાના ગ્રીન કાર્ડ માટે તેને 8 વર્ષની રાહ જોવી પડી. 2016માં ફોર્બ્સને આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્રીન કાર્ડ મેળવવા માટે મને 7 વર્ષતી વધારે રાહ જોવી પડી. હું મારી નોકરી છોડીને એક નવી કંપની શરૂ કરવા માગતો હતો પરંતુ હું તેમ કરી શકું તેમ ન હતો.
બેંગલુરુઃ દિલ્હીના આઈઈટી ગ્રેજ્યુએટ જ્યોતિ બંસલે અમેરિકામાં પોતાની 8 વર્ષ જૂની એપડાયનેમેમિક્સ કંપનીને 3.7 બિલિયન ડોલરમાં સિસ્કોને વેચી દીધી છે. બંસલની પાસે કંપનીની 14 ટકા હિસ્સેદારી છે અને હવે તેને 520 મિલિયન ડોલર એટલે કે 3400 કરોડ રૂપિયામાં આપવામાં આવશે.
એપ ડાયનેમિક્સ દ્વારા ખુદનો આઈપીઓ લોન્ચ કરવાની જાહેરાતના એક દિવસ પહેલા જ આ જાહેરાત થઈ છે, જેમાં કંપનીની વેલ્યૂ 2 બિલિયન ડોલર લગાવવામાં આવી હતી. કંપનીએ વિતેલા રાઉન્ડમાં જે ફન્ડિંગ મળ્યું હતું તેમાં તેની વેલ્યૂ 1.9 બિલિયન ડોલર આંકવામાં આવી હતી. ત્યાર બાદ સિસ્કો તેનાથી બે ગણી રકમ આપવા માટે રાજી થઈ ગયું હતું.
અંગ્રેજી સમાચારપત્ર પ્રકાશિત એક અહેવાલ અનુસાર બંસલે 1999માં દિલ્હીથી આઈઆઈટી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યાર બાદ અમેરિકા ચાલ્યા ગયા હતા. ફોર્બ્સ મેગેઝિનમાં પ્રકાશિત એક આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, બંસલના પિતાએ તેને 200 ડોલર આપ્યા હતા જેથી તે સિલિકોન વેલી જઈશકે. બ્લોગમાં બંસલે કહ્યું કે, તે જાણતા હતા કે તે ભારતમાં બિઝનેસ સંભાળતા પિતાની મદદ કરી રહ્યા હતા ત્યારે તેને એક આંત્રપ્રિન્યોર બનવું છે. બંસલ પરિવારનું કહેવું છે કે, જ્યોતિ માટે સોફ્ટવેર એક પેશન હતું.
એક બ્લોગમાં તેમણે કહ્યું કે, અનેક વખત તેમને સેન ફ્રાન્સિસ્કોના રસ્તા પર રાત વીતાવવી પડી છે. 5 મિલિયન ડોલરના પ્રથમ ફંડ મળ્યા પહેલા તેમણે 20 વખત નકારવામાં આવ્યા હતા. તેની સાથે જ બંસલે પોતાના મિત્ર ભાસ્કર સુનકારાને પણ આ બિઝનેસમાં સામેલ થવા માટે મનાવ્યા હતા. આજે એપ ડાયનેમિક્સ 900 કર્મચારીવાળી એક કંપની છે, જે સોફટ્વરે બનાવે છે. કહેવાય છે કે, 2017માં તે પ્રથમ ટેક કંપની છે, જે ખુદનો આઈપીઓ લઈને આવી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -