SEBIએ વિજય માલ્યા પર લગાવ્યો પ્રતિબંધઃ શેર બજારમાં નહીં કરી શકે ટ્રાન્ઝેક્શન
હવે માલ્યા અને છ અન્ય વ્યક્તિ શેર બજારમાં કોઈપણ પ્રકારના લેવડ દેવડ અને કારોબાર નહીં કરી શકે. છ અન્ય વ્યક્તિઓમાં અશોક કપૂર, પી એમ મુરલી, સૌમ્યનારાયણન, એસ એન પ્રસાદ, પરમજીત સિંહ ગિલ અને એઈનાપુર એસઆર સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ યૂનાઈટેડ સ્પિરિટ્સ મામલે દેશની બહાર ભાગી ગયેલ વિજય માલ્યા અને 6 અન્યને શેર બજારમાં કોઈવણ લેવડ દેવડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માલ્યા અને યૂનાઈટેડ સ્પિરિટ્સના પૂર્વ અધિકારી અશોક કપૂરને કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડાયરેક્ટર પદ લેવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સેબીએ હાલમાં જ માલ્યા, કિંગફિશર એરલાઈન્સ તથા નવ અન્યના 2015ના લોન ડિફોલ્ટ મામલે ચાર્જશીટમાં નામ સામેલ કર્યા હતા.
સેબીના પૂર્ણકાલિન સભ્ય એસ. રમને આ વિશે 32 પાનાનો આદેશ જારી કર્યો છે. સેબી યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ યૂએસએલમાં રોકડની કથિત હેરાફેરી અને અયોગ્ય વ્યવહાર સાથે જોડાયેલ મામલે તપાસ કરી રહી છે. માલ્યાએ માર્ચ, 2016માં યૂએસએલના ડાયરેક્ટર અને ચેરમેન પદથી રાજીનામું આપી દીધું હતું.
સેબીએ પોતાના આદેશમાં કહ્યું છે કે, માલ્યા અને 6 અન્ય વ્યક્તિ હવે પછી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શેર બજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કે કારોબાર નહીં કરી શકે. સેબીના પૂર્વકાલિન સભ્ય એસ રમને આ અંગે 32 પાનાનો આદેશ જારી કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -