Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
તમિલનાડુમાં બંધ થઈ શકે છે Coca-Cola અને Pepsiનું વેચામ, બે ટ્રેડ સંગઠનને કારણે કંપનીને પડશે ફટકો
ધ હિન્દુને આપેલ એક ઇન્ટરવ્યૂમાં વિક્રમરાજાએ કહ્યું, તે આપણા શરીરને ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે. તેમાંથી એક બ્રાન્ડે તો સ્વીકાર્યું પણ છે કે તેના ઉત્પાદન બાળકો માટે સારા નથી હોતા કારણ કે તેમાં કેમિકલ હોય છે. તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય તો સરકાર જ લઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંગઠનોનું કહેવું છે કે, આ કંપનીઓ રાજ્યમાં અનેક રીતે ફ્રૂટ જ્યૂસ, બોટલબંધ પાણી, ચિપ્સ અને ઓટ્સ જેવા અનેક ઉત્પાદન વેચે છે અને નફો રળે છે. તેનું કહેવું છે કે, અમે કોઈપણ પ્રોડક્ટ પર પ્રતિબંધ તો ન લગાવી શકીએ પરંતુ તેનું વેચાણ ન કરવાનો નિર્ણય તો લઈ જ શકીએ છીએ.
અહેવાલ અનુસાર, તમિલનાડુ વાનિગર સંગમ અને તમિલનાડુ ટ્રેડર્સ ફેડરેશનનું માનવું છે કે, રાજ્યમાં દર વર્ષે દુકાળની સ્થિતિ ઉભી થાય છે. તેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી મળતું નથી જ્યારે આ મલ્ટિનેશનલ કંપનીઓ કોઈપણ રોકટોક વગર રાજ્યના જળસ્ત્રોતોનો ઉપયોગ કરીને પોતાના ઉત્પાદન વેચે છે.
નવી દિલ્હીઃ પેપ્સી અને કોકા કોલાને મોટો ફટકો પડી શકે છે. તમિલનાડુના બે ટ્રેડ સંગઠને પોતાના સભ્યોને આ બન્ને કંપનીઓનો કોઈપણ સામાન વેચવાની ના પાડી છે. આ ટ્રેડ સંગઠનનોના વિરોધના કારણે રાજ્યમાં પેપ્સી અને કોકા કોલાનું વેચાણ બંધ થઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર સંગઠનનું કહેવું છે કે, કંપની મોટા પાયે પાણીનો વપરાશ કરે છે. તેના કારણે જ દર વર્ષે ખેડૂતોને દુકાળનો સામનો કરવો પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -