RBIની બેઠક પહેલા દેશની ચાર મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો વધારો, મોંઘી થશે લોન
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે રિઝર્વ બેંકની નાણાંકી નીતિમાં ફેરફાર કર્યા બાદ વ્યાજ દરની સમીક્ષા બેંકો કરતી હોય છે. જોકે, અહીં સતત ત્રીજી વખત મોનેટરી પોલિસી પહેલા જ બેંકોએ વ્યાજ દરમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંકની એમપીસીની મીટિંગ શુક્રવાર, 5 ઓક્ટોબરે મળવાની છે. કહેવાય છે કે, આ વખતે પણ વ્યાજ દરમાં વધારાની જાહેરાત થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિવારે પીએનબીએ શોર્ટ ટર્મ લોન માટે એમસીએલઆર રેટ 0.2 ટકા વધાર્યો છે. દેશની સૌથી મોટી હોમ લોન કંપની એચડીએફસીએ પણ રિટેલ પ્રાઈસ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં તાત્કાલીક અસરથી 0.1 ટકાનો વધારો કર્યો છે. અલગ અલગ સ્લેબની લોનના નવા દર 8.8થી લઈને 9.05 ટકાની વચ્ચે હશે.
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ માર્જિન કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ (એમસીએલઆર)માં 0.05 ટકાનો વધારો કર્યો છે. તેના નવા દર સોમવારથી લાગુ થઈ ગયા છે. જ્યારે પ્રાઈવેટ સેક્ટરની આઈસીઆઈસીઆઈ બેંકે એમસીએલઆરમાં 0.1 ટકાનો વધારો કર્યો છે.
નવી દિલ્હીઃ દ્વિમાસિક નાણાંકીય નીતિ બેઠક પહેલા સતત ત્રીજી વખત બેંકોએ વ્યાજ દરમાં વધારો કર્યો છે. કહેવાય છે કે, નાણાંકીય નીતિ બેઠકમાં આ સપ્તાહે વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે, પરંતુ એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, પીએનબી અને એચડીએફસીએ આ પહેલા જ વ્યાજ દરમાં વધારો કરી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -