એપ્રિલ-નવેમ્બરમાં સોનાની આયાત 30.5 ટકા ઘટીને 15.74 અબજ ડોલર
જથ્થાની દૃષ્ટિએ જોઈએ તો કુલ સરકારી સોનાની આયાત ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી જુલાઈ ગાળામાં ઘટીને 60 ટકા રહી છે. વિતેલા વર્ષે સમાન ગાળામાં 250 ટન સોનાની આયાત કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાની આયાતમાં ઉછાળાને કારણે નવેમ્બરમાં વેપાર ખાધ અંદાજે બે વર્ષની ટોચ પર 13 અબજ ડોલરની સપાટી પર આવી ગઈ હતી. વિતેલા વર્ષના સમાન ગાળામાં વેપાર ખાધ 10.33 અબજ ડોલર હતી. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. આયાથ મુખ્યત્વે આભૂષણની માગને પૂરી કરે છે. નાણાંકીય વર્ષ 2015-16માં ચાલુ ખાતા ખાધ (કેડ) 22.1 અબજ ડોલર રહી હતી અથવા કહીએ તો જીડીપીના 1.1 ટકા રહી હતી. જે ગયા નાણાંકીય વર્ષ 2014-15માં 26.8 અબજ ડોલર અથવા જીડીપીના 1.3 ટકા જેટલી હતી.
વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર નવેમ્બર મહિનામાં સતત બીજા મહિનો સોનાની આયાત 23.24 ટકા વધીને 4.36 અબજ ડોલર રહી હતી. ચાલુ વર્ષે ફેબ્રુઆરી બાદથી સપ્ટેમ્બર સુધી સોનાની આયાતમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબર અને વિતેલા મહિના આયાતમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ વર્ષ 2016-17ના એપ્રિલથી નવેમ્બર ગાળામાં સોનાની આયાત 30.5 ટકા ઘટીને 15.74 અબજ ડોલર રહી છે. તેનાથી દેશમાં ચાલુ ખાતા ખોટમાં ઘટાડો આવવાની ધારણા છે. વિતેલા વર્ષે સમાન ગાળામાં સોનાની યાયાત 22.64 અબજ ડોલર રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -