✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં પેટ્રોલ પંપની સંખ્યા વધીને 60,000ને પાર, 6 વર્ષમાં 45 ટકા થઈ વૃદ્ધિ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Nov 2017 10:33 AM (IST)
1

અમેરિકામાં એક લાખ પેટ્રોલ સ્ટેશન છે અને ચીનમાં પણ એક લાખ જેટલા પેટ્રોલ સ્ટેશન છે. બીજા ઘણાં એવા દેશો છે, જ્યાં પેટ્રોલ પમ્પની સંખ્યા ઘટી છે.

2

વર્ષ ૨૦૧૧માં દેશમાં ૪૧૯૪૭ પેટ્રોલ પમ્પ હતા, જે પૈકી ૨૯૮૩ એટલે કે ૭.૧ ટકા ખાનગી રિટેલર્સ જેવા કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એસ્સાર ઓઈલની માલિકીના હતા. બાકીના તમામ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન(HPCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન(BPCL) સંચાલિત પેટ્રોલ પમ્પ હતા. આજે ખાનગી પેટ્રોલ પમ્પની સંખ્યા ૫૪૭૪ એટલે કે ૯ ટકા જેવી થઈ છે. એસ્સારના ૩૯૮૦ પેટ્રોલ પમ્પ છે.

3

પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસીસ સેલના આંકડા મુજબ ઓક્ટોબરના અંતે આ ૬૦,૭૯૯ પેટ્રોલ પમ્પની સંખ્યા સાથે ભારત માત્ર અમેરિકા અને ચીનથી જ આ મામલે પાછળ છે. આ પૈકી ૫૫૩૨૫ આઉટલેટ્સ સરકારી કંપનીઓના છે. ૨૦૧૧થી ૨૦૧૭ દરમિયાન દેશમાં ૧૮૮૫૨ આઉટલેટ્સનો ઉમેરો થયો છે.

4

નવી દિલ્હીઃ વિતેલા 6 વર્ષમાં ભારતમાં પેટ્રોલ પંપની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ભારત વિશ્વભરમાં અમેરિકા અને ચીન બાદ ક્રૂડનો સૌથી વધુ વપરાશ કરતો ત્રીજો તેશ બની ગયો છે. ઓઈલ મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં હાલમાં કુલ 60,799 પેટ્રોલ પંપ છે, જ્યારે વર્ષ 2011માં ભારતમાં 41947 પેટ્રોલ પંપ હતા. એટલે કે 6 વર્ષમાં ભારતમાં પેટ્રોલ પંપની સંખ્યામાં 45 ટકાનો વધારો થયો છે.

  • હોમ
  • બિઝનેસ
  • ભારતમાં પેટ્રોલ પંપની સંખ્યા વધીને 60,000ને પાર, 6 વર્ષમાં 45 ટકા થઈ વૃદ્ધિ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.