ડુંગળીને લઈને કેન્દ્રીય મંત્રીનું અજીબોગરીબ નિવેદન, કહ્યું- ભાવ ક્યારે ઘટશે એ મને ખબર નથી
પાસવાને કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોએ મળીને સમસ્યા સામે લડવાનું છે. અમે કિંમતમાં ઘટાડાની આશા કરીએ છીએ. પણ જો તમે મને પૂછશો કે તે ક્યારે અને કેવી રીતે ઘટશે તો મારી પાસે તેનો કોઇ જવાબ નથી. ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવ ઘણા શહેરોમાં 80 રૂપિયા કિલોના સ્તરને આંબી ગયા છે.
જોકે, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પૂરી તાકાત સાથે તેના પર કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે મુદ્દે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે. તેમણે મુદ્દે લોકો પાસેથી પણ સલાહ સૂચનો પણ માગ્યા છે.
નવી દિલ્હીઃ ગુજરાત ચૂંટણીની વચ્ચે કેન્દ્રીય ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રામલવિલાસ પાસવાને એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. ડુંગળીની કિંમતમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે ત્યારે પાસવાને પૂછવામાં આવ્યું કે, ડુંગળીની કિંમત ક્યારે ઘટશે તો રામવિલાસ પાસવાને કહ્યું કે, ડુંગળીની કિંમત ઘટાડવી તેના હાથમાં નથી.