વીમા કંપનીઓ પ્રીમિયમમાં 500-1000ની જૂની નોટ નહીં સ્વીકારે
ઇરડાએ નોટિફિકેશનમાં કહ્યું કે, જૂના નોટિફિકેશનમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે જૂની નોટ સ્વીકારવામાં આવશે. તેમા માત્ર જીવન વીમા કંપનીઓ દ્વારા આપવામાં આપોલ પોલિસી માટે પ્રીમિયમ ભરવાના ગાળામાં 30 દિવસ વધારો કરવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇરડાએ સ્પષ્ટતા કરી છે કે, તેણે માત્ર પ્રીમિયમ ચૂકવવા માટે 30 દિવસનો વધારાનો સમય આપ્યો છે. ઈરડાએ કહ્યું કે, તેના ધ્યાનમાં આવ્યું છે કે, મીડિયામાં કેટલાક સમાચાર આવી રહ્યા છે કે વીમા કંપનીએ વીમા પ્રીમિયમ માટે 500 અને 1000ની જૂની નોટ સ્વીકારવાની મંજૂરી આપી છે.
નવી દિલ્હીઃ વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (ઈરડા)એ એવા સમાચારનો નકારી કાઢ્યા હતા કે લોકો પોતાના વીમાના પ્રીમિયમની રકમ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ આપીને ચૂકવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -