નોટબંધી બાદ સોનામાં કડાકો, સોનું 29 હજારની અંદર તો ચાંદીમાં 600નો ઘટાડો, જાણો કેટલી છે કિંમત
ચાંદીના ભાવ 865 રૂપિયા ઘટાડા સાથે 40735 રૂપિયા અને ચાંદી સાપ્તાહિત ડિલીવરીના ભાવ 940 રૂપિયાના ઘટાડા સાથે 40235 રૂપિયા પર બંધ રહ્યા. ચાંદી સિક્કાના ભાવના કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિંગાપુરમાં સોનાના ભાવ 0.54 ટકા ઘટીને 1187.30 ડોલર અને ચાંદીના ભાવ 0.15 ટકા ઘટીને 16.64 ડોલર પ્રતિ ઔંસ રહ્યા. દિલ્હીમાં સોનું 99.9 અને 99.5 અનુક્રમે 50 રૂપિયાની તેજી સાથે 29450 રૂપિયા અને 29300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યા.
નવી દિલ્હીઃ નોટબંધી અસર હવે સોના પર પણ જોવા મળી રહી છે. મંગળવારે મુંબઈ ગોલ્ડ માર્કેટમાં સોનું 29 હજારની નીચે ઉતરી ગયું હતું. 99.5 શુદ્ધ ગોલ્ડ 95 રૂપિયા ઘટીને 28905 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. સોમવારે સોનાના ભાવ 29 હજાર રૂપિયા રહ્યા હતા. 99.9 શુદ્ધ સોનું પણ 29055 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું, સોમવારે તોની કિંમત 29150 રૂપિયા હતી.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો આવવા છતાં ઘરઆંગણે લગ્નસરાની માગને પહોંચી વળવા અને જ્વેલર્સની લેવાલીને પગલે સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગોલ્ડ વેપારીએ જણાવ્યું કે, સરકાર દ્વારા 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ બંધ થવાને કારણે કારોબારમાં 75 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -