SBIના ગ્રાહકો માટે ખુશખબર, FDના દરમાં કર્યો વધારો, જાણો કેટલો થશે ફાયદો
211 દિવસથી 365 દિવસ સુધીની પાકતી મુદતની એફડી પર 6.40 ટકા, ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની મેચ્યોરિટી ધરાવતી એફડી પર 6.70 ટકા અને પાંચ વર્ષથી 10 વર્ષ સુધીની એફડી પર 6.75 ટકા વ્યાજ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેન્કની વેબસાઇટ પ્રમાણે બેન્કે 5 બેસિસ પોઇન્ટથી 25 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. એકથી બે વર્ષ સુધીની ટર્મ ડિપોઝીટ પર 6.4 ટકાને બદલે 6.65 ટકા વ્યાજ મળશે. સિનિયર સિટીઝનને એકથી બે વર્ષની ડિપોઝીટ પર 6.9 ટકાને બદલે 7.15 ટકા મળશે. બેથી ત્રણ વર્ષની ડિપોઝીટ પર 7.15 ટકા વ્યાજ મળશે. આ રેટ એક કરોડ રૂપિયાથી નીચેના મૂલ્યની એફડી પર લાગુ પડશે.
નવી દિલ્હીઃ એક બાજુ દેશભરમાં પગાર વધારાની માંગને લઈને બેંકના કર્મચારીઓએ બે દિવસની હડતાળ પાડી હતી તો દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. બેંકે 1 કરોડથી ઓછી રકમની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.
એક કરોડથી 10 કરોડ રૂપિયા વચ્ચેની બલ્ક ડિપોઝીટ અને એકથી બે વર્ષની ડિપોઝીટ પર સાત ટકા અને સિનિયર સિટિજનને 7.5 ટકા વ્યાજ મળશે. બાકીની તમામ પાકતી મુદતની એફડી પર વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે. જેમ કે, 7 દિવસથી 45 દિવસની પાકતી મુદતની થાપણો પર 5.75 ટકાનો વ્યાજદર, 46 દિવસથી 179 દિવસની ડિપોઝીટ પર 6.25 ટકા અને 180 દિવસની થાપણ પર 6.35 ટકા વ્યાજ આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -