નંદન નિલેકાનીને મળી શકે છે ઇન્ફોસિસની કમાન, 12 ફંડ મેનેજરો સહિત રોકાણકારોએ કરી માગ
ઈન્ફોસિસના સહસ્થાપકો પૈકીના એક નંદન નિલેકાનીએ 2007 સુધીના પાંચ વર્ષ કંપનીના સીઈઓ તરીકેની કામગીરી સંભાળી હતી. નિલેકાની પરિવારનો ઈન્ફોસિસમાં 2.29 ટકા હિસ્સો છે. યુનિક આઈડેન્ટિફિકેશ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પ્રોજેક્ટના ચેરમેન તરીકેનો પદભાર ગ્રહણ કરતા તેમણે 2009માં ઈન્ફોસિસ છોડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશેષાશાયી અને રવિ વેન્કટેશને શેરધારકોને નિરાશ કર્યા હોવાથી તેમણે કંપની છોડી દેવી જોઈએ. નવા પગલાં લેવા માટે બોર્ડની પુનઃરચના થવી જોઈએ તેમ પણ બાલકૃષ્ણને જણાવ્યું હતું. મંગળવારે ટોચના ફંડ મેનેજર્સ તથા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નંદન નિલેકાનીને યોગ્ય જવાબદારી સાથે કંપનીમાં પરત લાવવા માટે ઈન્ફોસિસના બોર્ડને લેખિતમાં જણાવ્યું હતું.
કંપનીના ભૂતપૂર્વ સીએફઓ વી. બાલાકૃષ્ણને બુધવારે જણાવ્યું હતું કે નિલેકાનીને પરત લાવવાનો નિર્ણય ઈન્ફોસિસ માટે ઉપયોગી બની રહેશે. નિલેકાની સાથે આ મામલે કોઈ નક્કર વાતચીત થઈ છે કે નહીં તેની મને જાણ નથી. મને એ પણ નથી ખબર કે તેઓ પરત ફરવા માગે છે કે નહીં. જો તેમની ઈચ્છા હોય તો તેમને ઈન્ફોસિસના ચેરમેન બનાવવા જોઈએ.
નિલેકાનીની ભૂમિકા અંગે આગામી 48 કલાકમાં સ્પષ્ટતા થઈ જશે તેમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. નારાયણ મૂર્તિ દ્વારા આરોગ્યના કારણોસર રોકાણકારો સાથેનો બુધવારનો કોન્ફરન્સ કોલ મુલત્વી રાખ્યાના ગણતરીના કલાકોમાં આ ઘટનાક્રમ સર્જાયો છે. આ કોલ હવે 29 ઓગસ્ટના રોજ યોજાશે.
નવી દિલ્હીઃ ઇન્ફોસિસના સંસ્થાગત રોકાણકારોના પ્રતિનિધિત્વ કરનારા અંદાજે 12 ફંડ મેનેજરોએ કંપનીના સહ સંસ્થાપક અને પૂર્વ સીઈઓ નંદન નિલેકાનીને ઇન્ફોસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ફરી પાછા લાવવાની માગ કરી છે. આ ફંડ મેનેજરોમાં ICICI અને HDFC પણ સામેલ છે. ફંડ મેનેજર્સોનું કહેવું છે કે, તેનાથી શેરહોલ્ડરોનો વિશ્વાસ ફરી મેળવવામાં સફળતા મળશે અને કંપનીને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -