Jio મેમાં લોન્ચ કરશે સૌથી સસ્તી ડીટીએચ સર્વિસ, હાઈ સ્પીડ ઇન્ટનરેટ આપવાની પણ યોજના
વેબસાઈટ અનુસાર, જિઓ બ્રોડબેન્ડ સર્વિસ પર પહેલેથી જ કામ કરી રહી છે અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ તમામ શહેરમાં બિછાવવામાં આવી રહ્યા છે. જિઓની ડીટીએચ મે મહિનામાં એટલે કે આવતા મહિને લોન્ચ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપની સ્માર્ટ સેટ ટોપ બોક્સની સાથે જિઓ બ્રોડબેન્ડ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે. તેના દ્વારા હાઈ ઇન્ટરનેટ સ્પીડ આપવાનો દાવો કરવામાં આવીરહ્યો છે. તેના દ્વારા કંપની ઇન્ટરનેટ સેટ અપ બોક્સ દ્વારા ઓનલાઈન ટીવી ચેનલ્સ પોતાના ટીવી પર જોઈ શકવાનો દાવો કરી રહી છે.
જિઓ બ્રોડબેન્ડ સર્વિસ અને જિઓ ડીટીએચ સેવા બન્ને એક સાથે શરૂ થઈ શકે છે. સૂત્રો અનુસાર ડીટીએચ સેટ ટોપ બોક્સ પણ તૈયાર થઈ ગયા છે. જિઓ કેર ડોટ નેટ અનુસાર, અન્ય કંપનીઓની ડીટીએચ સર્વિસ અને જિઓ ડીટીએચમાં ખૂબ જ તફાવત હશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરમાં ધમાલ મચાવ્યા બાદ રિલાયન્સ જિઓએ ડીટીએચની દુનિયામાં ઝંપલાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. જિયોકેર ડોટ નેટ અનુસાર, જિઓ ટૂંકમાં જ ડીટીએચ સર્વિસ લોન્ચ કરી શકે છે. એટલું જ નહીં ડીટી એચની સાથે બ્રોડબેન્ડ કનેક્શન આપવાની પણ તૈયારી છે. કહેવાય છે કે, જિઓની ડીટીએચ સર્વિસ સૌથી સસ્તી હશે. જોકે, કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
રિલાયન્સ જિઓ ડીટીએચની ઓનલાઈન બુકિંગ ટૂકમાં જ શરૂ થઈ શકે છે. હવે જોવાનું એ છે કે, રિલાયન્સ જિઓ તરફતી આ અંગે ક્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -