રેલવેની નવી ઓફરઃ પહેલા ટિકિટ બુક કરાવો પૈસા પછીથી ચૂકવો, જાણો કેવી રીતે
જો ટિકિટની રકમ રૂ. 5000થી ઓછી હોય તો 90 રૂપિયા ચાર્જ અને ટેક્સ લાગશે જ્યારે 5000થી વધુ હોય તો 120 રૂપિયા ચાર્જ અને ટેક્સ લાગશે. સુવિધા માટે એક વખત મુસાફરે રજિસ્ટ્રેશન કરાવી પાનકાર્ડ અથવા આધાર કાર્ડની વિગતો આપવી પડશે. ત્યાર બાદ વેબ અથવા એપથી બુકિંગ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈઆરસીટીસી સાથે કોઈ છેતરપિંડીનો પ્રયાસ કરે તો તેમની વિરુદ્ધ પગલાં લઈ શકાય તે માટે સમગ્ર પ્રક્રિયાને સિબિલ સાથે સાંકળવામાં આવશે. તેથી ભવિષ્યમાં તે વ્યક્તિને લોન વગેરેમાં મુશ્કેલી પડી શકે છે. જો ડિલિવરી પહેલા કોઈને ટિકિટ કેન્સલ કરવી હોય તો અથવા ડિલિવરી વખતે પણ કોઈ ટિકિટ લેવાનો ઈનકાર કરે તો કેન્સલેશન ચાર્જ અને ડિલિવરી ચાર્જ આપવો પડશે.
આઈઆરસીટીસીએ પે-ઓન ડિલિવરી નામથી સેવા શરૂ કરી છે. સુવિધા માટે ચાર્જ પણ આપવો પડશે. આઈઆરસીટીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે સુવિધા એવા લોકો માટે છે જેઓ ઓનલાઈન બુકિંગ કરાવવા માંગે છે પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવાથી દૂર રહે છે. આવા લોકોને ઘરે ટિકિટની ડિલિવરી કરાશે અને ત્યારે પૈસા રોકડમાં લેવામાં આવશે.
નવી દિલ્હીઃ હવે પેસેન્જર ઘરે બેઠા ઓનલાઈન કોઈપણ એકરૂપિયાનો વધુ ખર્ચ કર્યા વગર ટિકિટ બુક કરાવી શકે છે. ત્યાર બાદ જ્યારે ટિકિટ ઘરે ડિલીવર થઈ જાય ત્યાર બાદ ટિકિટની રકમ ચુકવવાની રહેશે. રેલવેની કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ 600 શહેરમાં પે ઓન ડિલિવરી નામની આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -