આકાશ-ઈશા પછી મુકેશ અંબાણીના ત્રીજા સંતાન અનંતની પણ સગાઈ? ક્યા ગુજરાતી ઉદ્યોગપતિની પુત્રી સાથે સગાઈની ચર્ચા? જાણો વિગત
જો આ અહેવાલ સાચા પડે તો મુકેશ અંબાણી પિતા ધિરૂભાઈના રસ્તે જ આગળ ચાલ્યા ગણાશે. કારણ કે ધીરુભાઈએ દીકરી બિનગુજરાતી પરિવારમાં આપી પરંતુ બન્ને દીકરા માટે કન્યા તો ગુજરાતી પરિવારની જ પસંદ કરી હતી. એ જ રીતે મુકેશ અંબાણીની બંને પુત્રવધુ પણ ગુજરાતી પરિવારની જ હોય એવું બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છી ભાટિયા કુટુંબના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ (ખટાઉ) પણ ધીરુભાઈ અંબાણીની માફક સાધારણ ટ્રેડરમાંથી અગ્રણી ઉદ્યોગપતિ બન્યા હતા.
નોંધનીય છે કે, રાધિકા જાણીતા ઉદ્યોગપતિ મર્ચન્ટ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર, હેલસ્યોન લેબ્ઝ જેવી કંપનીઓ ધરાવે છે.
મોટાભાઈ આકાશ અને બહેન ઈશાની સગાઈની ઉજવણી હમણાં જ થઈ હતી. ત્યારે હવે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંતે પસંદ કરેલ કન્યા માટે અંબાણી પરિવારે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળે છે. ટૂંકમાં જ સત્તાવાર આ સંબંધની જાહેરાત પણ કરવામાં આવે તેવી શક્યતા છે.
મુંબઈઃ મુકેશ અંબાણીના દીકરા આકાશ અને દીકરી ઈશાની સગાઈ બાદ હવે ચર્ચા છે કે તેના સૌથી નાના દીકરા અનંદ અંબાણીની પણ સગાઈ થવાની છે. અનંતની સગાઈ ગુજરાતી ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા સાથે થવાનું કહેવાય છે. જોકે સત્તાવાર રીતે આ સમાચારની કોઈએ પુષ્ટિ કરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -