લગ્ન બાદ સામે આવી ઈશા અંબાણી-આનંદ પીરામલની નવી તસવીરો, સોશિયલ મીડિયા પર વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jan 2019 04:37 PM (IST)
1
ઈશા અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દિકરી છે. તેમના લગ્ન 12 ડિસેમ્બરે એન્ટીલિયામાં પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા છે. આ કપલનું રિસેપ્શન મુંબઈના જિયો ગાર્ડનમાં રાખવામાં આવ્યું હતું.
2
આ તસવીરમાં ઈશા અંબાણી અને આનંદ પીરામલ બંને પીળા રંગના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. ઈશાના લૂકને સૌથી ખાસ બનાવી રહી છે તેની જ્વેલરી. ઈશા અંબાણી અને આનંદ પીરામલ બંનેના આઉટફિટ્સ ડિઝાઈનર સબ્યાસાચી મુર્ખર્જીના છે. તેને સ્ટાઈલિસ્ટ એમી પટેલે સ્ટાઈલ કર્યા છે.
3
મુંબઈ: મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર ઈશા અંબાણીની હલ્દી સેરેમનીની છે, જેને ડિઝાઈનર સબ્યાસાચી મુખર્જીએ હાલમાં જ શેર કરી છે. આ તસવીરો શેર કર્યાના થોડીવારમાં જ તેને લાખો લાઈક્સ મળી ચુક્યા છે.