મુકેશ અંબાણીની દીકરી ઈશાને ક્યાં અબજોપતિના પુત્રએ કર્યું પ્રપોઝ ? જાણો વિગત
આનંદનું પ્રથમ હેલ્થેકેયર સ્ટાર્ટ અપ પીરામલ ઇ સ્વાસ્થ્ય હતું. જ્યારે બીજું સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટનું હતું. જેનું નામ પીરામલ રિયલટી હતું. હવે બંને પીરામલ એન્ટરપ્રાઇઝનો હિસ્સો છે.
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી દેશના જાણીતા બિઝનેસમેન અજય પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. ચાલુ વર્ષે ડિસેમ્બરમાં બંનેના લગ્ન થશે.
ઈશા અને આનંદ ઘણા લાંબા સમયથી મિત્રો હતા. બંનેના પરિવારજનો એકબીજાને છેલ્લા ચાર દાયકાતી જાણે છે. આનંદે ઈશાને મહાબળેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. જે બાદ કપલે તેમના પરિવારજનો સાથે લંચ કર્યું હતું.
તાજેતરમાં જ તેણે મુકેશ અંબાણીનો આભાર માનતા કહ્યું કે, વ્યવસાયી બનવા માટેની પ્રેરણા તેમણે મળી હતી. મુંબઈમાં એક ઇવેન્ટમાં વાત કરતા આનંદે કહ્યું કે, મેં તેમને પૂછ્યું હતું કે મારે કન્સલ્ટિંગમાં જવું જોઈએ કે બેંકિંગમાં. જેના પર તેમણે કહ્યું તું કે, કન્સલટન્ટ હોવાનો મતલબ છે કે તમે ક્રિકેટ જોઈ રહ્યા છો અથવા કોમેન્ટ્રી કરી રહ્યા છે. જ્યારે વ્યવસાયી બનવાનો મતલબ છે કે તમે ક્રિકેટ રમી રહ્યા છે. તમે કોમેન્ટ્રી કરીને ક્રિકેટર રમવાનું શીખી શકતા નથી. જો તમે કઈંક કરવા ઈચ્છો તો વ્યવસાયી બનો અને અત્યારથી જ તેની શરૂઆત કરો.
આનંદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો છે. હાલ તે પીરામલ એન્ટરપ્રાઇઝનો એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયો હોવાના કારણે તેણે બે સ્ટાર્ટ અપ્સ શરૂ કર્યા હતા.