હવે 100 રૂપિયાની નોટોની સર્જાઈ શકે છે તંગી, જાણો શું છે કારણ
નિષ્ણાતોના કહેવા મુજબ નોટબંધી બાદ કેશની સમસ્યા દૂર કરવા માટે મોટી સંખ્યામાં ગંદી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નોટો હજુ પણ સિસ્ટમમાં છે. આ નોટોની હાલત એટલી ખરાબ છે કે તેને સંભાળવી પણ મુશ્કેલ બની રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ માર્કેટમાં ફરી રહેલી કેટલીક 100 રૂપિયાની નોટો 2005થી પણ જૂની છે. બેંકર્સે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા કહ્યું હતું. જો માર્કેટમાં 100 રૂપિયાની નવી નોટો જલદી નહીં લાવવામાં આવે તો 500 રૂપિયાની નોટો પર આગામી દિવસોમં વધારે દબાણ જોવા મળશે.
નાણાકીય વર્ષ 2016-17માં આરબીઆઈએ 100 રૂપિયાની 258.6 કરોડ પીસ નોટને ડિસ્પોઝ કરી હતી. જે છેલ્લા 2 વર્ષમાં 510 કરોડ પીસથી પણ વધારે હતું. પરિણામ સ્વરૂપે ચલણમાં વર્તમાન કુલ કરન્સીમા 100 રૂપિયાની નોટોનો હિસ્સો 10 ટકાથી વધીને 19.3 ટકા તઈ ગયો. જેમાં મોટો હિસ્સો ગંદી નોટોનો હતો.
નોટબંધી બાદ આરબીઆઈએ 100 રૂપિયાની નોટોનો સપ્લાઇ વધાર્યો હતો. નોટબંધી પહેલા 100 રૂપિયાની 550 કરોડ પીસ નોટ ચલણમાં હતી અને આરબીઆઈએ તેને વધારીને 573.8 કરોડ કરી દીધી હતી.
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં કેશના કકળાટ વચ્ચે વચ્ચે 100 રૂપિયાની જૂની અને ગંદી નોટોના કારણે સંકટ વધુ ઘેરું બની શકે છે. બેંકર્સનું કહેવું છે કે 200 અને 2000 રૂપિયાની નોટોની જેમ 100 રૂપિયાના મૂલ્યોની નોટો, ખાસ કરીને એટીએમ કેસેટમાં ફીટ થઈ શકે તેવી નોટોનો પૂરવઠો ઓછો છે. 100 રૂપિયાની મોટાભાગની નોટો ગંદી અને એટીએમમાં નાંખવા લાયક ન હોવાના કારણે આમ થઈ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -