રિટર્ન ફાઈલ કરાવ માટે આવતા મહીને આવશે નવું અને સરળ ITR ફોર્મ, 1 એપ્રિલથી શરૂ થશે ઈ-ફાઈલિંગ
નવી દિલ્હીઃ પગારદાર કર્મચારીઓને માટે સરળ ITR ફોર્મ એક એપ્રિલે રજૂ કરવામાં આવશે. ઇનકમ ટેક્સ વિભાગે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા અને સરળ બનાવવા માટે આ ફોર્મમાં કટેલીક કોલમ હટાવી દીધી છે. રિટર્ન ફાઈલ કરવા માટે ઈ-ફાઈલિંગની સુવિધા એક એપ્રિલથી ઉપલબ્ધ થઈ જશે અને તેને 31 જુલાઈ સુધી ભરી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિટર્ન ફોર્મ ભરતા સમયે કરદાતા પોતાનો પાન, આધાર નંબર, વ્યક્તિગત વિગતો અને જાણકારી આપવી પડસે તેની સાથે જ તેના દ્વારા ભરવામાં આવેલ ટેક્સ, ટીડીએસની જાણકારી આપોઆપ તેમાં આવી જશે.
પગાર અને વ્યાજની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓ માટે ફોર્મમાં વિગતો ભરવા માટે પહેલેથી જ ઓછી કોલમ હશે. ટીડીએસ કપાતના દાવા સાથે જોડાયેલ કેટલી કોલમને આઈટીઆઈ-1 ફોર્મમાં સામેલ કરવામાં આવી છે. આ ફોર્મનું નામ સહજ રાખવામાં આવ્યું છે.
આકારણી વર્ષ 2017-18ના રિટર્ન ફોર્મમાં આવકની કોલમ છ-એ અંતર્ગત કરવામાં આવેલ જુદા જુદા ટીડીએસ કપાતના દાવાની જાણકારી સાથે જોડાયેલ બ્લોક હટાવવામાં આવ્યા છે અને માત્રે એ જ પોઈન્ટને તેમાં રાખવામાં આવ્યા છે જેનો સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા હોય.
એક અધિકારીએ જણાવ્યું કે, જે પોઈન્ટને આ ફોર્મમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાં આવકવેરાની કલમ 80સી, 80ડી અંતર્ગત મળતી કપાત સામેલ છે. ઉપરાંત જે વ્યક્તિગત કરદાતા અન્ય સેક્શન હેઠળ કપાત ઈચ્છે છે તો તેના માટેના વિકલ્પની જાણકારી આપી શકે છે. હાલમાં જે આઈટીઆર 1-સહજ ફોર્મ છે, તેમાં આવકવેરા અધિનિયમની કલમ-80 અંતર્ગત 18 અલગ અલગ પોઈન્ટ અથવા સેક્શન છે. આ સેક્શન અંતર્ગત જીવન વીમા, પીપીએફ, એફડી સહિત જુદા જુદા પ્રકારની રોકાણ અને બચત પર 1.5 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકાય છે.
તેવી જ રીતે સેક્શન 80ડી અંતર્ગત મેડીક્લેમનું પ્રીમીયમની કુલ આવકમાંથી કપાતની જોગવાઈ છે. અધિકારીએ જણાવ્યું કે, ફોર્મ નોટિફાઈ કરવામાં આવ્યા છે અને આવકવેરા વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આઈટીઆર-1થી લઈને આઈટીઆર-6 સુધીના ફોર્મ ઉપલબ્ધ છે. અધિકારીએ જણાવ્યું કે, આ પહેલનો ઉદ્દેશ લોકોને રિટર્ન ભરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. હાલમાં પાન સંખ્યા ધરાવતા 29 કરોડમાંથી માત્ર 6 કરોડ લોકો જ રિટર્ન ફાઈલ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -