રિલાયન્સ Jioની દિવાળી ધમાકા ઓફર, ગ્રાહકોને મળશે 100 ટકા કેશબેક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Oct 2018 08:28 PM (IST)
1
દુનિયાની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક કંપની ગણાતી જિયો પોતાના ગ્રાહકોને દિવાળી ગિફ્ટ આપી રહી છે. જિયોએ આ ફિસ્ટિવલ સીઝનમાં પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઈને આવ્યું છે. કંપનીએ ‘જિયો દિવાળી 100 % કેશબેક’ ઓફરની જાહેરાત કરી છે.
2
કેશબેકની આ ઓફર નવા અને જૂના બન્ને ગ્રાહકો માટે છે. ઓફર મેળવવા માટે માય જિયો એપમાં જઈ અને માય કૂપન્સ પર ક્લિક કરી તેના બાદ રિચાર્જ કરવા પર આપ 100 ટકા કેસબેક મેળવી શકો છો. આ ઓફર માત્ર 30 નવેમ્બર સુધી છે.
3
આ ઓફર હેઠળ 149 રૂપિયા કે તેનાથી વધારે રિચાર્જ કરવા પર ગ્રાહકોને 100 ટકા ફેશેબેક આપવામાં આવી રહ્યું છે. તે સિવાય કંપનીએ 1699 રૂપિયામાં અનલિમિટેડ વાર્ષિક પ્લાન પણ આપી રહી છે. કંપનીએ 1699 રૂપિયામાં ગ્રાહકોને પ્રતિદિન 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઈસ કોલ, 100 એસએમએસ સાથે જિયો પ્રીમિયમની ઓફર મળી રહી છે.