દેશમાં એક વર્ષમાં 7300 કરોડપતિ વધ્યા, કુલ સંખ્યા 3.43 લાખ થઈ : રિપોર્ટ
આ અવધિમાં દેશની સંપત્તિમાં 2.6 ટકાનો વધારો થયો છે. જો કે દેશમાં પ્રતિ યુવા સંપત્તિ 5.19 લાખ રૂપિયા (7,020 ડોલર) પર સ્થિર છે. ડોલરની સરખામણીએ રૂપિયામાં નબળાઈના કારણે તેમાં વધારો થયો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ભારતમાં જૂન 2017 થી જૂન 2018 સુધી દેશમાં દસ લાખ ડોલર એટલે કે આજના દર પ્રમાણે 7.3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિવાળા અમીરોની સંખ્યા 7300 વધી છે. એક રિપોર્ટ પ્રમાણે આ વર્ષના અંતમાં દેશમાં આવા અમીરોની સંખ્યા 3.43 લાખ સુધી પહોંચી ગઈ છે. જેમની કુલ સંપત્તિ 6,000 અરબ ડોલર બરાબર આંકવામાં આવી છે.
રિપોર્ટમાં અનુસાર જૂન 2018 સુધી દેશમાં દસ લાખ ડોલર કે તેનાથી વધારે સંપત્તિ ધરાવતા અમીરોની કુલ સંખ્યા 3,43,000 રહેવાનું અનુમાન છે. છેલ્લા એક વર્ષમાં 7,300 નવા કરોડપતિ વધ્યા છે. તેમાંથી 3400 લોકો પાસે 370 કરોડ રૂપિયા (5 કરોડ ડોલર)થી વધુની સંપત્તિ છે. અને 1500 લોકોની નેટવર્થ 73 કરોડ રૂપિયા (10 કરોડ ડોલર)થી વધારે છે. પરંતુ દેશના 91% યુવકો એવા છે જેમની પાસે 7.40 લાખ રૂપિયાથી પણ ઓછી સંપત્તિ છે.
રિપોર્ટ પ્રમાણએ ભારતીયોની અંગત સંપત્તિમાં 91 ટકા હિસ્સો સ્થિર સંપત્તિનો છે. વર્ષ 2023 સુધી દેશમાં કરોડપતિઓની સંખ્યા 53 ટકા વધીને 5.26 લાખ થઈ જશે. તેમની સંપત્તિ 8.8 અરબ ડોલર થવાની શક્યતા છે.
ફાઈનાન્શિયલ ફર્મ ક્રેડિટ સુસીના વર્તમાન રિપોર્ટ અનુસાર ભારત સૌથી વધારે મહિલા અરબપતિઓનો દેશ છે. અરબપતિ મહિલાઓની સંખ્યા પ્રમુખ દેશોની સરખામણીએ ભારતમાં 18.6% છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -