BSNLની બમ્પર ઓફર, 666 રૂપિયામાં અનલિમિટેડ કોલની સાથે મળશે 120 જીબી ડેટા
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેણે બીએસએનલ ચૌકા ઓફર રજૂ કરી છે, જે વાસ્તવમાં 90 દિવસ સુધી અનલિમિટેડ ડેટાની સુવિધા આપશે. કંપનીએ દાવો કર્યો છે કે, આ દેશભરમાં કોઈપણ કંપની દ્વારા દરરોજ ડેટા મર્યાદાની સૌથી મોટી ઓફર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યોજના અંતર્ગત 1 જીબી 3જી મોબાઈલ ડેટાની કિંમત 1 રૂપિયાથી પણ ઓછી હશે જે ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી છે. બીએસએનલના કન્ઝ્યૂમર મોબિલિટી ડાયરેક્ટરે કહ્યું કે, અમે તમામ મોબાઈલ ગ્રાહકોને સસ્તી અને સારી સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ટેલિકોમ સેક્ટરમાં હાલના ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા પોતાના ગ્રાહકોને બેસ્ટ પ્રાઈઝ ઓફર કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બીએસએનલે પ્રીપેડ મોબાઈલ ગ્રાહકો માટે 444 રૂપિયામાં દરરોજ 4જીબી મોબાઈલ ડેટા આપવાની ઓફર રજૂ કરી છે. આ ઓફર 3જી ગ્રાહકો માટે છે, જેની વેલિડિટી 90 દિવસની છે.
કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 60 દિવસની વેલિડિટી બાદ ગ્રાહકો દિલ ખોલ કે બોલ 349, ટ્રિપલ એસ 333 અને બીએસએનલ 444 જેવા પ્લાન ઉપલબ્ધ રહેશે.
બીએસએનેલનો નવો BSNL Sixer 666 પ્લાન અનલિમિટેડ વોયસ કોલની સુવિધા સાથે આવે છે. પ્રીપેડ ગ્રાહક કોઈપણ નંબર પર અનલિમિટેડ વોયસ કોલ કરી શકે છે. ઉપરાંત દરરોજ 2 જીબી સુધી ડેટાનો ઉપયોગ કરી શકે છે. જણાવીએ કે આ પ્લાનની વેલિડિટી 60 દિવસની રહેશે. આ રીતે ગ્રાહકોને કુલ 120 જીબી ડેટા મળશે.
નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ ગ્રાહકો માટે બમ્પર ઓફર લાવી છે. બીએસએનએલે વોયસ અને ડેટા સંબંધિત નવો પ્લાન સિક્સર 666 રજૂ કર્યો છે. આ સ્પેશિયલ ટેરિફ વાઉટરની સાથે મળનારા ફાયદાના આધારે કહી શકાય કે કંપની ગ્રાહકોને આકર્ષવાની એક પણ તક જતી કરવા નથી માગતી. આમ સ્પષ્ટ રીતે કંપની રિલાયન્સ જિઓને ટક્કર આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -