Jio Gigafiber માટે રજિસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ પ્રોસેસ
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની હાઈ સ્પીડ ઇન્ટનરેટ સર્વિસ જિઓ ગીગાફાઈબર માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. તેના માટે કંપનીએક ડેડિકેટેડ માઈક્રો વેબસાઈટ તૈયારી કરી છે અને ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ રજિસ્ટ્રેશન કનેક્શન માટે નથી, પરંતુ કંપનીને એ જણાવવા માટે છે કે તમને કનેક્શન લેવામાં રસ છે. કંપની એ જગ્યાએ સર્વિસ પહેલા આપશે જ્યાંથી સૌથી વધારે રજિસ્ટ્રેશન મળ્યા હશે. આગળ વાંચો જિઓ ગીગાફાઈબર માટે કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર ટેસ્ટ યૂઝર્સે સિક્યોરિટી તરીકે 4500 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રૂપિયા રાઉટર માટે હશે જે ઘરમાં લગાવવામાં આવે છે. જોકે જ્યારે સર્વિસ યૂઝ નહીં કરવા પર રાઉટર પર કરીને સિક્યોરિટી રકમ પરત મેળવી શકાશે.
જોકે મીડિયા અહેવાલ અનુસાર કંપની જિઓ ગીગાફાઈબર માટે 500 રૂપિયાથી પ્લાનની શરૂઆત કરી શકે છે. કહેવાય છે કે, જિઓ સિમના પ્લાનની જેમ જ ગીગાફાઈબરની સેવા પણ થોડા મહિના સુધી ફ્રીમાં મળી શકે છે.
નોંધનીય છે કે, કંપનીએ હાલમાં જિઓ ગીગાફાઈબર માટે રજિસ્ટ્રેશન પજ જ બતાવ્યું છે. હાલમાં કોઈપણ પ્લાન, ટેરિફ અને ઓફર વિશે જાણકારી આપી નથી.
સબમિટ પર ક્લિક કરવા તમારે તમારું નામ અને ફોન નંબરની વિગતો આપવાની રહેશે, ફોન પર OTP મોકલવામાં આવશે જેનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ત્યાર બાદ એક કન્ફર્મેશન નોટિફિકેશન મળશે એટલે કે તમે તમે જિઓ ગીગાફાઈબર માટે તમારો રસ દાખવ્યો છે. જોકે આ પેજ પર તમે એકથી વધારે એડ્રેસની વિગતો આપી શકો છો.
રજિસ્ટ્રેશન કરાવવા માટે સૌથી પહેલા તમારે કંપનીની સતાવાર ગીગાફાઈબર વેબસાઈટ (https://gigafiber.jio.com/registration) પર જવાનું રહેશે. આ પેજ પર તમને એન્ડ્રેસ એન્ટર કરવાનો વિકલ્પ મળશે જ્યાં ચેન્જ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે તમારું એડ્રેસની વિગતો ભરીને સબમિટ કરવાનું રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -