Jioના ગ્રાહકો 1 એપ્રિલથી રૂપિયા ચૂકવવા તૈયાર રહો, જાણો મુકેશ અંબાણીએ શું કરી સૌથી મોટી જાહેરાત
માઈ જિયો એપ, વેબસાઈટ અથવા સ્ટોર દ્વારા આ મેમ્બરશિપ લઈ શકાય છે. જિયો પ્રાઈમ મેમ્બર્સને સમય સમય પર નવી ઓફર્સ મળથી રહેશે. આ ઓફર્સ My Jio એપ દ્વારા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિયો પ્રાઈમ મેમ્બર્સને 10,000 રૂપિયાના વાર્ષિક વેલ્યૂવાળા જિયોના ડિજિટલ કન્ટેન્ટની મેમ્બરશિપ 31 માર્ચ 2018 સુધી ફ્રી મળશે.
જિયો અન્ય ઓપરેટર્સના હાઈએસ્ટ સેલિંગ પોઈન્ટને મેચ કરશે અને તેનાથી 20 ટકા વધારે ડેટા આપશે.
યૂઝર્સને દર મહિને 100 કરોડ જીબી ડેટાનો ઉપયોગ કર્યો. આ કુલ મળીને 3.3 કરોડ જીબી ડેટા પ્રતિ દિવસ થાય છે. જિયોથી દર મિનિટે બે કરોડ વોયસ કોલ કરવામાં આવ્યા.
2017ના અંત સુધીમાં ભારતના 99 ટકા વિસ્તારમાં જિયોનું નેટવર્ક પહોંચી જશે.
જિયો પ્રાઈમ મેમ્બર્સને 31 માર્ચ 2018 સુધી જિયોની હેપી ન્યૂ યર અનલિમિટેડ પ્લાનવાળા લાભ મળતા રહેશે પરંતુ તેને અનલિમિટેડ ડેટા (1જીબી હાઈ સ્પીડ, બાદમાં સ્પીડ 128 kbps) મળતી રહેશે. તેના માટે તમારે દર મહિને માત્ર 303 રૂપિયા ચૂકવવા પડશે.
અત્યાર સુધી જિયો સાથે જોડાયેલ ગ્રાહક અને 31 માર્ચ 2017 પહેલા જિયો સાથે જોડાનાર નવા યૂઝર્સ માત્ર 99 રૂપિયામાં જિયો પ્રાઈમ મેમ્બરશિપ મેળવી શકે છે.
જિયો અન્ય નેટવર્ક્સના ટેરિફ પ્લાનથી પણ સસ્તા અને સારા પ્લાન લાવશે. અમે માત્ર અન્ય નેટવર્ક્સના પ્લાન્સને મેચ નહીં કરીએ પરંતુ તેનાથી 20 ટકા એક્સ્ટ્રા ડેટા પણ આપીશું.
31 માર્ચ 2017 સુધી જિયોની હેપી ન્યૂ યર ઓફર અંતર્ગત ડેટા અનલિમિટેડ મળશે, પરંતુ 1 એપ્રિલથી કસ્ટમ ટેરિફ પ્લાન ઓફર કરવામાં આવશે.
જિયોનું વચન છે કે દેશમાં કોઈપ નેટવર્ક પર વોઈસ કોલિંગ ફ્રી રહેશે અને રોમિંગ ચાર્જ પણ નહીં લાગે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મકેશ અંબાણીએ ખાસ આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે, જિયો પર વિશ્વાસ રાખનાર 10 કરોડ ગ્રાહકો એક રીતે જિયોના સહ-સ્થાપક છે. તેમણે કહ્યું કે, દોસ્તો, સરળ શબ્દોમાં કહું તો તમે અમારા પર વિશ્વાસ કર્યો તેના માટે હું તમારો આભારી છું. હવે અમારું એ કર્તવ્ય છે કે જે પણ જિયોની સાથે છે તેને આવનારા દિવસોમાં સૌથી વધારે ફાયદો થશે. આગળ વાંચો મુકેશ અંબાણીએ શું કહ્યું.
ખાસ વાત એ છે કે 99 રૂપિયાની આ મેમ્બરશિપ હાલના 10 કરોડ જિયો ગ્રાહક અને 31 માર્ચ 2017 સુધી જે નવા ગ્રાહક જોડાશે તેને જ મળશે.
મુંબઈઃ ગ્રાહકોનો આંકડો 10 કરોડને પાર કરવા રિલાયન્સ જિયોએ એક વખત ફરી આકર્ષક જાહેરાત કરી છે. કંપનીએ જિયો પ્રાઈમ મેમ્બરશિપ પ્લાન રજૂ કર્યા છે, જે અંતર્ગત યૂઝર્સ 303 રૂપિયા દર મહિને ચૂકવીને અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ ડેટાનો લાભ લઈ શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -