✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Reliance Jio ગ્રાહકો માટે આજે અનેક મોટી જાહેરાત કરશે મુકેશ અંબાણી, જાણો શું છે પ્લાન!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Feb 2017 12:05 PM (IST)
1

ભારતી એન્ટ્રપ્રાઈસેસના પ્રમુખ સુનીલ મિત્તલે કહ્યું હતું કે, જિયોની ફ્રી પ્રાઈસિંગ ખતરનાક છે અને તેનાથી ટેલિકોમ કંપનીઓનો બિઝનેસ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જિયોની એન્ટ્રીથી પ્રભાવિત થયેલ ટેલિકોમ કંપનીઓ એક થઈને પડકાર ફેંકવાનો પ્રયત્ન કરી રહી છે. મોટી ટેલીકોમ કંપનીઓ વોડાફોન અને આઈડિયા મર્જરની નજીક છે જેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.

2

નવી દિલ્હીઃ Reliance Jioએ 170 દિવસમાં 10 કરોડ ગ્રાહક જોડીને નવે રેકોર્ડ નોંધાવ્યો છે. આ મોટી ઉપલબ્ધિ બાદ કહેવાય છે કે, મુકેશ અંબાણી આજે જિયોના ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અંબાણી જિયોમાં રોકાણ કરવાનું ચાલું રાખસે. અત્યાર સુધી કંપની 1.7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં કંપનીના બોર્ડે 30 હજાર કરોડનું ફંડ ઈશ્યૂ કર્યું હતું જે નેટવર્કને વધારવા અને કવરેજને મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવાશે.

3

ફ્રી વોઇસ કોલિંગ અને અનલિમિટેડ 4જી ડેટાની સાથે મેદાનમાં ઉતરેલ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો 6 મહિનાથી પણ ઓછા સમયમાં 10 કરોડ ગ્રાહકોની સંખ્યા પાર કરી ગઈ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર જિયો ગ્રાહકો માટે નવી જાહેરાત કરી શકે છે. જિયોની એન્ટ્રીએ ટેલિકોમ ઉદ્યોગમાં ઉથલપાથલ મચાવી દીધી છે. વિતેલા વર્ષે 1 સપ્ટેમ્બરે રિલાયન્સ જિયો લોન્ચ કરતા સમયે મુકેશ અંબાણીએ 10 કરોડ ગ્રાહકોનો ટાર્ગેટ રાખ્યો હતો.

4

રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા 10 કરોડની પાર નીકળી ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ નાસ્કોમના એક કાર્યક્રમમાં આ જાણકારી આપી. તેમણે કહ્યું કે જિયોની શરૂઆત સમયે અમે 10 કરોડ ગ્રાહક મેળવવાનું ટાર્ગેટ રાખ્યું હતું. પરંતુ એવું નહોતું વિચાર્યું કે આ કેટલાક મહિનાઓમાં જ પ્રાપ્ત કરી લઇશું.

5

કંપનીએ પોતાની 4જી સેવાની શરૂઆત 5 સપ્ટેમ્બર 2016ના રોજ કરી હતી. આ રીતે કંપનીએ 160 દિવસો પૂરા કરી લીધા છે. અંબાણીએ કહ્યું કે આધારથી વેરિફિકેશનના કારણે કંપની દરરોજ લગભગ 10 લાખ ગ્રાહક જોડી રહી છે. આ ટેલીફોન ઉદ્યોગમાં પહેલા ક્યારેય નથી થયું. કંપનીએ પોતાના ઓપરેશનના પ્રથમ 83 દિવસમાં 5 કરોડ ગ્રાહકોનું ટાર્ગેટ રાખ્યું હતું. જે મેળવી લીધું હતું.

  • હોમ
  • બિઝનેસ
  • Reliance Jio ગ્રાહકો માટે આજે અનેક મોટી જાહેરાત કરશે મુકેશ અંબાણી, જાણો શું છે પ્લાન!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.