બાબા રામદેવની પતંજલિએ ચંદીગઢમાં ખોલ્યું પ્રથમ પૌષ્ટિક રેસ્ટોરાં, ખાવામાં મળશે આ તમામ વસ્તુ
આ રેસ્ટોરાં જીરકપુરના બલટાનામં ખુલ્યું છે. આ એક હોટલની અંદર ખોલવામાં આવ્યું છે. આ હોટલ બલટાના વિસ્તારના કલગીઘર એનક્લેવમાં છે. રેસ્ટોરાંમાં રામદેવ અને આચાર્ય બાલક્રુષ્ણની તસવીરની સાથે તેના મેસેજ પણ લાગેલા છે. રેસ્ટોરાંની સાથે જ પતંજલિની પ્રોડક્ટનો સ્ટોર પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેસ્ટોરાંમાં આવનારા લોકોને આપવામાં આવતા મેન્યૂ કાર્ડ પર આચાર્ય બાલકુષ્ણ અને બાબા રામદેવની તસવીર છે. જેમાં લોકોને સ્વસ્થ રહેવા માટે ટિપ્સ પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકુષણ તરફથી લખવામાં આવ્યું છે કે, સારું સ્વાસ્થ વરદાન નથી, પરંતુ આપણી દરરોજની ખાવા પીવાની આદર પર આધાર રાખે છે. જ્યારે, બાબા રામદેવ પતંજલિ વિશ્વભરમાં ભારતની પ્રાચીન ધરોહર આયુર્વેદના એમ્બેસ્ડર છે. આ નવી રેસ્ટોરાંમાં પણ તમામ પૌષ્ટિક વ્યંજનો ઉપલબ્ધ હશે.
મીડિયા અહેવા અનુસાર, પૌષ્ટિક રેસ્ટોરાંમાં શાકાહારી વ્યંજન જ પીરસવામાં આવશે. સાથે જ અહીં આવનાર ગ્રાહકોને આયુર્વેદ પદ્ધતિ પર ખરું ઉતરતું વ્યંજન જ મળશે. પૌષ્ટિક રેસ્ટોરાંની થીમ સંપૂર્ણ રીતે ઘરેલુ સ્ટાઈલમાં જ બનાવવામાં આવી છે. આ રેસ્ટોરાંમાં મોટાભાગની વસ્તુ લાકડામાંથી બનાવવામાં આવી છે અને વાસણ માટી સહિત તાંબાના છે. જ્યારે લાઈટિંગથી લઇને ડિઝાઈનમાં પતંજલિ બ્રાન્ડનો કલર જોવા મળે છે.
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડે હવે રેસ્ટોરાં કારાબોરમાં પણ ઝંપલાવ્યું છે. પંજાબ-હરિયાણાની રાજધાની ચંદીગઢની પાસે જીરકપુરમાં પૌષ્ટિક નામનથી પતંજલિએ પોતાનું પ્રથમ રેસ્ટોરાં ખોલ્યું છે. આ સંપૂર્ણ શાકાહારી રેસ્ટોરાં છે અને તેને એકદમ આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરાં ઘણાં દિવસથી ચાલુ રહ્યું છે. જોકે તેનું સત્તાવાર રીતે કોઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. તેના માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની તારીખ મળવાની રાહ જોવામાં આવી રહી છે.
રેસ્ટોરાંમાં આવતા લોકોને પનીર ટિક્કાથી લઈને હની ચિલ્લી પોટેટો, તંદુરી વેજ પેલેટર, દુધીનો કબાબ મળશે. જેનો ઘર જેવો સ્વાદ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -