વાહનોના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમના દર ઈરડાએ ઘટાડ્યા, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે
ટી વ્હીલરમાં 1-75 સીસી સુધી માટે 569 રૂપિયા, 76-150 સીસી માટે 720 રૂપિયા, 151-350 સીસી માટે 887 રૂપિયા અને 350 સીસીથી વધારે માટે 1019 રૂપિયા પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા આદેશ અનુસાર હવે કારમાં 1000 સીસી સુધીના વાહન માટે 2055, 1001થી 1500 સીસી સુધાના વાહન માટે 2863 અને 1500 સીસીથી વધુના વાહન માટે 7890 રૂપિયા પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યું છે.
ઇરડાએ 28 માર્ચના આદેશમાં ટ્રકોના પ્રીમિયમ રેટમાં ઘણો વધારો કર્યો હતો. 40 ટનથી વધુ ક્ષમતાવાળી ટ્રકોનું પ્રીમિયમ 25,800 રૂ.થી વધારીને 36,120 રૂ. કરી દેવાયું હતું. તેટલી ક્ષમતાના પ્રાઇવેટ કેરિયર માટે પ્રીમિયમ 16,655 રૂ.થી વધારીને 23,317 રૂ. કરાયું હતું. ટ્રક ઓપરેટર્સે રેટ ઘટાડવા માગ કરી હતી.
ટ્રકોના કિસ્સામાં મોટા ભાગની કેટેગરીમાં પ્રીમિયમ 28 માર્ચની તુલનાએ ઘટાડી દેવાયું છે. ત્રણ પૈડાંના માલવાહક વાહનોના દર યથાવત છે. 6 એચપી સુધીના ટ્રેક્ટરનું પ્રીમિયમ 714 રૂ.થી ઘટાડીને 653 રૂ. કરાયું છે. ઇ-રિક્ષા અને જાહેર પરિવહનના વાહનોના દર પણ ઘટ્યા છે.
નવી દિલ્હીઃ વાહનોના થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં હવે 40 ટકાના બદલે 16થી 28 ટકાની વચ્ચે વધારો થશે. નવા દર 1લી એપ્રિલથી લાગુ થશે. 1,000 સીસી સુધીની કારોના થર્ડ પાર્ટી પ્રીમિયમમાં પાછલા આદેશમાં કોઇ ફેરફાર કરાયો નથી. નવા આદેશમાં પણ પાછલા વર્ષનું 2,055 રૂ. પ્રીમિયમ યથાવત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -