Jioએ યૂઝર્સ માટે લોન્ચ કર્યા 5 નવા પ્લાન, પહેલા કરતાં મળશે બમણો ફાયદો, જાણો કેવી રીતે
નવી દિલ્હીઃ હાલમાં જ જિઓ સરપ્રાઈઝ ઓફર પૂરી થતા કંપનીએ નવા પ્લાન લોન્ચ કર્યા હતા. તેમા પૉસ્ટપેડ યૂઝર્સ માટે 5 નવા પ્લાન છે. આ પ્લાનની ખાસ વાત છે કે આમાં યૂઝર્સને જુના પ્લાનની કિંમતમાં જ બમણો ફાયદો મળી રહ્યો છે. આમાં 309 રૂપિયાથી લઇ 999 રૂપિયા સુધીના પ્લાન સામેલ છે. 399 રૂપિયાનું રિચાર્જ કરાવીને તમે 90 દિવસ સુધી 90GB ડેટાનો યૂઝ કરી શકો છો, આમાં રોજનો 1GB ડેટા મળશે. દરરોજ 2GB ડેટાનો પણ પ્લાન છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો નવા પ્લાનમાં કેવી રીતે તમને થશે બમણો ફાયદો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓએ આ પહેલા 309 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો હતો જેમાં 30 દિવસની વેલિડિટી સાથે 30 જિબી ડેટા (પ્રતિ દિવસ 1 જીબી પ્રમાણે) મળતો હતો. હવે 309 રૂપિયામાં જ 30ના બદલે 60 દિવસની વેલિડીટી અને પ્રતિ દિવસ 1 જીબીની મર્યાદા સાથે 60 જીબી ડેટા મળી રહ્યો છે.
તેવી જ રીતે 349 રૂપિયાના પ્લાનમાં પહેલા 30 દિવસની વેલિડિટી સાથે 20 જીબી ડેટા મળતો હતો. જે હવે 349 રૂપિયામાં 60 દિવસની વેલિડિટી મળી રહી છે જ્યારે ડેટામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે કે પહેલાની જેમ જ 20 જીબી ડેટા મળશે.
399 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો પહેલા 30 દિવસની વેલિડીટી સાથે 60 ટીબી ડેટા મળતો હતો. જ્યારે હવે નવા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી સાથે 90 જીબી ડેટા મળી રહ્યો છે.
509 રૂપિયાના પ્લાનમાં પહેલા 30 દિવસની વેલિડિટી સાથે 60 જીબી ડેટા મળતો હતો જ્યારે હવે નવા પ્લાનમાં આટલી જ રકમમાં 60 દિવસની વેલિડીટી સાથે 120 જીબી ડેટા (પ્રતિ દિવસ 2 જીબીની મર્યાદા) મળી રહ્યો છે.
999 રૂપિયાના પ્લાનમાં પહેલા 30 દિવસની વેલિડીટી સાથે 60 જીબી ડેટા મળતો હતો જ્યારે હવે આટલી જ રકમમાં 60 દિવસની વેલિડીટી સાથે 90 જીબી ડેટા મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -