Jioએ કર્યો નવો ધમાકો....જાણો કેટલા લોકોએ ફોન માટે કરાવ્યું બુકિંગ....આવતા સપ્તાહથી શરૂ થશે ડિલિવરી
નવી દિલ્હીઃ ગુરુવારે સાંજે જિઓ ફોનનાં બુકિંગ પહેલા જિઓની વેબસાઈટ ઠપ થવા છતાં રિલાયન્સ જિઓ અંદાજે 30-40 લાખ ફોનના પ્રી બુકિંગ કરવામાં સફળ રહ્યું છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ જાણકારી જિઓના રિટેલર્સે આપી છે. રિટેલર્સે કહ્યું કે, બુકિંગ આગળ પણ જારી જ છે અને આગળ તેમાં વધારો થવાની ધારણા છે. જોકે રિલાયન્સ જિઓ તરફથી તેને લઈને કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુવારે સાંજે 5.30 કલાકે જ્યારે વેબસાઈટ દ્વારા જિઓ ફોનનુ બુકિંગ શરૂ થવાનું હતું ત્યારે જ વેબસાઈટ પર ભારે ટ્રાફિકને કારણે તે ઠપ થઈ ગઈ હતી અને થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ. હાલના સમયમાં વેબસાઈટચાલી રહી છે અને ફોનનું પ્રી બુકિંગ પણ થઈ રહ્યું છે.
જોકે વેબ સાઈટ ઠપ થવા છતાં ફોનનું બુકિંગ થતું રહ્યું. જિઓની વેબસાઈટ ઉપરાંત માઈજિઓ એપથી પણ ફોનનું પ્રી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત રિલાયન્સ ડિજિટલના આઉટલેટ અને જિઓ સેન્ટર દ્વારા પણ જિઓ ફોનનું બુકિંગ કરાવી શકાય છે. ફોનનું બુકિંગ માત્ર 500 રૂપિયા આપીને કરી શકાય છે, બાકી વધેલ 1000 રૂપિયા સિક્યોરિટી ફોનની ડિલિવરીના સમયે જમા કરાવવાના રહેશે. રિટેલર્સોનું માનવું છે કે, 1લી સપ્ટેમ્બરે એટલે કે આવતા સપ્તાહથી જિઓ ફોનની ડિલિવરી શરૂ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -