આજે બહાર પડશે 200 રૂપિયાની નવી નોટ, જાણો ક્યારે આવશે તમારા હાથમાં...
સ્લોગનની સાથે સાથે સ્વચ્છ ભારતનો લોગો છે. લેંગ્વેજ પેનલ છે. દેવનાગરીમાં 200 લખ્યું છે. નોટનો આકાર 66 mm × 146 mm છે. દ્રષ્ટિહિન લોકો માટે મહાત્મા ગાંધીની તસવીર ઉભરેલી છે. પ્રિન્ટિંગ, અશોક સ્તંભ ચિન્હ, 200 રૂપિયાના માઇક્રો ટેક્સ્ટની સાથે સરળતાથી ઓળખી શકાય તે માટે H ઉપસેલો છે. બે સર્કલની સાથે ચાર ખૂણા, લાઈની વચ્ચેમાં બંને બાજુ જમણી અને ડાબી તરફ રિઝર્વ (કાળા રંગમાં) લખેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટ પર દેવનાગરી અને અંગ્રેજીમાં 200 રૂપિયા લખ્યું છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો છે. માઇક્રો લેટરમાં RBI, INDIA અને 20 રૂપિયા લખ્યું છે. સિક્યોરિટી થ્રેડમાં `भारत' અને RBI છે. નોટની જમણી બાજુ અશોક ચિન્હ્ર છે. મહાત્મા ગાંધીનો ફોટો અને ઇલેક્ટ્રોટાઇપ (200) વોટરમાર્કસ છે. નોટની ડાબી તરફ પ્રિન્ટિંગનું વર્ષ લખ્યું છે.
200 રૂપિયાની નોટ માર્કેટમાં આવવાથી બે ફાયદા થશે. પ્રથમ કેશ લેણદેણમાં સરળતા રહેશે અને બીજો તેનાથી કુલ કરન્સીમાં નાની નોટોની સંખ્યામાં વધારો થશે. RBIનું માનવું છે કે 200 રૂપિયાની નોટ ઘણી ઉપયોગી થશે. નોટના ફીચર્સ વિશે આગળની સ્લાઈડ્સમાં વાંચો....
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે તે 200 રૂપિયાની નોટ 25 ઓગસ્ટ એટલે કે આવતીકાલે જારી કરવા જઈ રહ્યું છે. મહાત્મા ગાંધી (ન્યૂ) સીરીઝ અંતર્ગત આ નોટ જારી કરવામાં આવશે. આ આરબીઆઈના કેટલાક કાર્યાલયો અને અમુક બેંકોને પહેલા જારી કરવામાં આવશે. આરબીઆઈએ આ નોટના સેમ્પલ જારી કરતાં તેના ફીચર્સની પણ જાણકારી આપી છે.
ટૂંક સમયમાં જ 200 રૂપિયાની નોટ ATM અને બેંકોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોટનું બ્લેક માર્કેટિંગ ન થઈ શકે તે માટે આરબીઆઈએ તૈયારી કરી લીધી છે. હાલ 200 રૂપિયાની 50 કરોડ નોટ છાપવામાં આવી ચૂકી છે. 100 રૂપિયા અને 500 રૂપિયા વચ્ચે કોઈ નોટ અત્યાર સુધી ઉપલબ્ધ નહોતી. તેથી આરબીઆઈનું માનવું છે કે 200 રૂપિયાની નોટ ઘણી ઉપયોગ સાબિત થશે. બ્લેક મની રોકવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ આજે દેશમાં ઈતિહાસમાં પ્રથમ વખત 200 રૂપિયાની નોટ બહાર પડશે. લોકોની પાસે નવી નોટ ધીમે ધીમે પહોંચશે કારણ કે તેના માટે એટીએમ રીસેટ કરવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુરુવારે કહ્યું હતું કે, નોટ જારી કરવા પાછળનો ઉદ્દેશ મોટી નોટના છુટ્ટા સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -