Jio યૂઝર્સ માટે લાવ્યું વધુ એક મોટી ઓફર, જાણો વિગતે
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓે પોતાની કેશબેક ઓફર ફરીથી યૂઝર્સ માટે શરૂ કરી છે. વિતેલા વર્ષની તુલનામાં આ વખતે 99 રૂપિયાનું વધારે કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ વખતે 398 અથવા 399 રૂપિયાના રિચાર્જ પર 200 ટકા સુધી કેશબેક આપવામાં આવી રહ્યં છે. જ્યારે તેનાથી વધારેના રિચાર્જ પર 799 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે ગ્રાહક 398 રૂપિયા કે તેથી વધુના રિચાર્જ MobiKwik વોલથી કરશે તેમને 2,500 રૂપિયા સુધીનું હોટલ વાઉચર આપવાની વાત કહેવામાં આવી છે. paytm યૂઝર્સને પહેલી વખત મૂવી ટિકિટ બુક કરવા પર 150 રૂપિયા સુધી 50 ટકા કેશબેક પણ મળશે.
399 રૂપિયા સુધીનું કેશબેક ગ્રાહકોને વોલેટ કેશબેકના રૂપમાં મળશે. તેના માટે જિયોએ MobiKwik, paytm, amazon Pay, Phone Pay, Freecharge અને Axis Payથી પાર્ટનરશિપ કરી છે. આ ઈ-વોલેટ અલગ-અલગ કિંમતમાં ગ્રાહકોને કેશબેક આપશે.
કેશબેક બે ભાગમાં છે. 398 કે તેનાથી વધુના પ્લાન રિચાર્જ પર જિયો 400 રૂપિયાના મૂલ્યનું કેશબેક વાઉચર આપશે. ગ્રાહકોને 50 રૂપિયાના મૂલ્યના 8 વાઉચર આપવામાં આવશે. એટલે કે આગામી 8 રિચાર્જ પર તમારે 50 રૂપિયા ઓછા આપવા પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -