ટીવીએસે ભારતમાં બ્લૂટૂથ ફીચર સાથેનું સ્કૂટર કર્યું લોન્ચ, એક્ટિવાને આપશે ટક્કર
ટીવીએસ NTorq 125માં સીટ નીચેની સ્ટોરેજ કેપિસિટી પણ વધારે આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્કૂટરની સાથે કંપની 18થી 24 વર્ષના યુવાઓને ટોર્ગેટ કરી રહી છે.
ટીવીએસ NTorq 125ની સ્પર્ધા હોન્ડા એક્ટિવા 125 સાથે થશે. એક્ટિવાની એક્સ શો રૂમ દિલ્હી પ્રાઇસ 56,954 રૂપિયા છે. ઉપરાંત પાંચ કલર વેરિયન્ટમાં તે ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ ટીવીએસ દ્વારા ભારતમાં તેનું નવું ફ્લેગશિપ સ્કૂટર ટીવીએસ એનટોર્ક (NTorq) સોમવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કિંમત 58,790 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. કંપનીએ આ સ્કૂટરનો કોન્સેપ્ટ ઓટો એક્સપો 2016માં રજૂ કર્યો હતો. ટીવીએસ એનટોર્ક 125માં લેટેસ્ટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્કૂટરની ટોપ સ્પીડ 95kmph છે. આ ઉપરાંત તેના ડિજિટસ ઇન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટરમાં 55 ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
ટીવીએસ એનટોર્કમાં CVTi-REVV 124.79cc સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, 3-વાલ્વ, એર કૂલ્ડ SOHC એન્જિન આપવામાં આવ્યું છે. આ સ્કૂટરનું એન્જિન 9.3bhp પાવર સાથે 10.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિન ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ છે.
મોબાઇલથી કનેક્ટ થનારી SmartXonnect ટેક્નોલોજી સ્કૂટરના ફર્સ્ટ ઇન ક્લાસ ફીચર પૈકીની એક છે. મોબાઇલથી કનેક્ટ થયા બાદ તે ફોનમાં બેટરીની ક્ષમતા, છેલ્લું પાર્કિંગ લોકેશન જેવા અનેક ફીચર્સ અંગે જાણકારી આપશે.
એનટોર્ક 125માં નેવિગેશન અસિસ્ટ, ટોપ સ્પીડ રેકોર્ડર, ઇન બિલ્ટ લેપ ટાઇમર, સર્વિસ રિમાઇન્ડર, ટ્રિપ મીટર, એન્જિન ઓયલ ટેમ્પરેચર અને મલ્ટી રાઇટ સ્ટેટિસ્ટિકસ મોઇસ (સ્ટ્રીટ અને સ્પોર્ટ) આપવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -