Jio હવે પેમેન્ટ બેંક ખોલવાની તૈયારીમાં, ડિસેમ્બરમાં થશે શરૂઆતઃ રિપોર્ટ
જણાવી દઈએ કે ભારતમાં પેમેન્ટ્સ બેન્કની શરૂઆત કરનારી પહેલી કંપની એરટેલ હતી. પેમેન્ટ્સ બેન્ક દેશમાં વધારેમાં વધારે લોકો સુધી બેન્કિંગ અને નાણાંકિય સેવાઓ પહોંચાડવા માટે ભારત સરકાર તરફથી એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. 2014માં શરૂ થયેલી પેમેન્ટ બેન્ક દ્વારા ગ્રાહકોને કોઈપણ બેન્કમાં પોતાના સ્માર્ટફોનથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ મુજબ, જિયો પેમેન્ટ બેન્ક સાથે રિલાયન્સ જિયો અને એસબીઆઈ બંનેનું લક્ષ્ય મોટા ગ્રાહક વર્ગ પર છે. રિલાયન્સ જિયોનું નેટવર્ક ગ્રામીણ ક્ષેત્રો સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત જિયો ફોનને પણ ગામડાં અને શહેરોમાં રહેતા લોકોનું જીવન સુધારવાના ઈરાદા સાથે પ્રચારિત કરાઈ રહ્યો છે. સૂત્રો મુજબ રિપોર્ટમાં કહેવાયું છે કે પેમેન્ટ્સ બેન્ક રિલાયન્સ જિયોનું મુખ્ય લક્ષ્ય નથી.
રિપોર્ટમાં કહેવાયું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જિયો ફોનની ડિલીવરી સાથે જ જિયો પેમેન્ટ બેન્ક પણ લોન્ચ કરવા માંગે છે. જિયો ફોન જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ RBIએ જિયો પેમેન્ટ્સને તેની ક્ષમતા વિશે પૂછ્યું અને આ વાત સાબિક કરવા કહ્યું છે કે લોન્ચ પહેલા દરેક દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવે. રિપોર્ટમાં કહેવાયું છે કે કદાચ આ કારણે જ મોડું થઈ રહ્યું છે.
રિલાયન્સ જિઓએ સિમ અને મોબાઈલથી માર્કેટ ધમાકેદાર એન્ટ્રી કરી હતી હવે કંપની પેમેન્ટ બેંક લાવાવની તૈયારી કરી રહી છે. અહેવાલ અનુસાર રિલાયન્સ જિઓ ચાલુ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બરમાં પોતાની પેમેન્ટ બેંક લોન્ચ કરી શકે છે. આ પેમેન્ટ બેંક RIL એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સાથે પાર્ટનર્શિપ કરીને ખોલવામાં આવસે. લાઈવ મિન્ટના અહેવાલ અનુસાર તેની શરૂઆત ડિસેમ્બરમાં કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -