વધુ એક ધડાકો કરવાની તૈયારી છે રિલાયન્સ Jio, જાણો હવે શું લાવી રહી છે કંપની....
Jio સિવાય અમુક દેશી અને ચાઈનીઝ હેન્ડસેટ કંપનીઓ પણ એન્ડ્રોઈડ ગો બેસ્ડ અફોર્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. ઉદાહરણ તરીકે, માઈક્રોમેક્સ પણ એન્ડ્રોઈડ ગો સ્માર્ટફોનને લગભગ 2000 રૂપિયામાં લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. જો કે રિલાયન્સ રીટેલના નવા સ્માર્ટફોનની કિંમત સૌથી ઓછી હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની ટુંક સમયમાં આ 4G સ્માર્ટફોનના લાખો યુનિટ્સ માટે ઓર્ડર આપી શકે છે. જિયો ટેલિકોમ માર્કેટમાં સબસિડી સ્ટ્રેટેજી પર વિશ્વાસ કરે છે, જેનાથી વધુમાં વધુ લોકો સુધી મોબાઈલ પહોંચાડી શકાય.
ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ સ્માર્ટફોન માટે પણ જિયોના 4G ફીચર ફોન વાળી સ્ટ્રેટેજી અપનાવી શકે છે. કંપની આ ફોનમાં રિલાયન્સ જિયો સિમ કાર્ડ સાથે બંડલ્ડ સર્વિસ ઓફર કરી શકે છે. અત્યારે ભારતની જૂની ટેલિકોમ ઓપરેટર્સ સ્માર્ટફોન કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી રહી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ રિટેલ કંપની ખૂબ જ ઓછી કિંમતમાં એન્ડ્રોઈડ ગો ઓપરેટિંગ સિસ્મટ પર ચાલનારો 4G VoLTE સ્માર્ટફોન રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તેને Lyf બ્રાન્ડ હેઠળ બજારમાં ઉતારવામાં આવશે. તેના માટે કંપની તાઈવાનની ચિપસેટ મેકર મીડિયાટેક સાથે ભાગીદારી કરશે. આ ફોન લોન્ચ કરવાનો ઉદ્દેશ ભારતમાં જૂની ટેલિકોમ કંપની તરફતી મળથી જોરદાર સ્પર્ધા સામે ટકી રહેવા અને વધુમાં વધુ યૂઝર્સ પોતાના તરફર આકર્ષિત કરવાનો છે.
Jioનું આ પગલું ફીચર ફોન યુઝ કરતા લગભગ 50 કરોડ લોકોને ટાર્ગેટ કરવાની સ્ટ્રેટેજી અનુસાર જ છે, જે ખર્ચ અને ઉપયોગને લગતી સમસ્યાઓને કારણે સ્માર્ટફોન પર શિફ્ટ નથી થયા. ચિપસેટ વેન્ડરે મુકેશ અંબાણીના 4G ટેલિકોમ ઓપરેટર સાથે આ ડીલની પુષ્ટિ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -