આ એક ભૂલ કરવા પર જિઓ બંધ કરી શકે છે તમારી ફ્રી વોઈસ કોલિંગ સેવા...
નવી દિલ્હીઃ જો તમે રિલાયન્સ જિઓના ગ્રાહકો છો તો જરૂરી નથી કે કંપની તમારી ફ્રી વોઈસ કોલિંગની જે સુવિધા આપી રહી છે તેને કોઈપણ રોકટોક વગર આપતી જ રહે. જો તમે જિઓની ફ્રી વોઈસ કોલિંગ સેવાનો દુરુપયોગ કરો છો તો કંપની પાસે અધિકાર છે કે તે તમારી આ સેવાને બંધ કરી શકે છે. જિઓની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર તેની પાસે સેવા બંધ કરવાના પૂરા અધિકાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીયછે કે, કંપનીને ફરિયાદ મળી રહી હતી કે કેટલાક લોકો જિઓની ફ્રી વોઈસ કોલિંગનો ઉપયોગ કોમર્શિયલ યૂઝ માટે કરી રહ્યા છે અને ટેલિમાર્કેટિંગ દ્વારા પોતાની પ્રોડક્ટ્સ અથવા સેવાનું વેચાણ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા હાલમાં જ કંપનીએ જિઓની ફ્રી વોઈસ કોલિંગ દૈનિક 300 મિનિટ અથવા 5 કલાક કરી દીધી છે. પરંતુ ત્યાર બાદ પણ જો કંપની આ સેવાનો દુરુપયોગ થતો રહે છે તો દુરુપયોગ કરનાર ગ્રાહકની ફ્રી વોઈસ કોલિંગની સેવા બંધ પણ કરી શકે છે.
જિઓની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર જિઓ પ્લાન માત્ર વ્યક્તિગત ઉપયોગ માટે છે. જો જિઓના ગ્રાહક આ પ્લાનનો દુરુપયોગ કરતાં જણાશે તો જિઓ તેની સેવાઓ બંધ કરવા માટે પૂરતા અધિકાર ધરાવે છે. એટલે કે આ પ્લાન દ્વારા ટેલિમાર્કેટિંગ કરીને પોતાની પ્રોડક્ટ અથવા સેવાનું વેચાણ કરવામાં આવે છે તો તેની સેવાઓ બંધ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -