4G ડાઉનલોડ સ્પીડમાં માર્ચમાં પણ Jio સૌથી આગળ, આઈડિયા બીજા અને એરટેલ ત્રીજા સ્થાન પર
બીજી બાજુ મે મેટ્રો સિટી દિલ્હી અને મુંબઈ તથા બે રાજ્યો કર્ણાટક અને તમિલનાડુમાં એક પ્રાઈવેટ કંપની ઓપન સિંગનલ દ્વારા મોબાઈલ નેટવર્ક સ્પીડ પર કરવામાં આવેલ સરવેમાં દાવો કર્યો છે કે, ભારતી એરટેલનું નેટવર્ક 11.5 એમબીપીએસની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડની સાથે સૌથી ઝડપી છે, જ્યારે રિલાયન્સ જિઓ 3.92 એમબીપીએસની સાથે ચોથા સ્થાન પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાર્ચમાં રિલાયન્સ જિઓ નેટવર્ક પર સરેરાશ ડાઉનલો સ્પીડ 16.48 મેગાબાઈ પ્રતિ સેકન્ડ (એમબીપીએસ) રહી. જ્યારે આઈડિયા સેલ્યૂલરના નેટવર્ક પર સ્પીડ 8.33 એમબીપીએસ અને ભારતી એરટેલના નેટવર્ક પર 7.66 એમબીપીએસ રહી છે. 16 એમબીપીએસની સ્પીડ પર એક યૂઝર બોલીવુડ મૂવીને માત્ર પાંચ મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે.
આ દરમિયાન વોડાફોનની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 5.66 એમબીપીએસ, રિલાયન્સ કોમ્યૂનિકેશન્સની 2.64 એમબીપીએસ, ટાટા ડોકોમોની 2.52 એમબીપીએસ, બીએસએનલની 2.26 એમબીપીએસ અને એરસેલની 2.01 એમબીપીએસ રહી. ટ્રાઈએ પોતાની માયસ્પીડ એપ્લીકેશનની મદદતી રિયલ ટાઈમ આધારે ડાઉનલોડ સ્પીડનો ડેટા એકત્રિત કર્યો છે અને તેનું તુલનાત્મક અધ્યયન કર્યું છે.
નવી દિલ્હીઃ નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ માર્ચમાં 16.48 એમબીપીએસ રહી, જે તેની પ્રતિસ્પર્ધી કંપની આઈડિયા અને એરટેલ કરતાં અંદાજે બે ગણી છે. ટેલીકોમ નિયામક ટ્રાઈના હાલના અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -