Jioને ટક્કર આપવા માટે આ કંપનીએ લોન્ચ કર્યો ‘મહાધમાકા’ પ્લાન, મળશે ઓછી કિંમતમાં વધુ ડેટા
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ બાદ હવે બીએસએનએલે બે નવા પ્લાન જારી કર્યા છે. જિઓની જેમ જ બીએસએનએલે 1699 રૂપિયાનો પ્લાન જારી કર્યો છે. તેની સાથે જ કંપનીએ 2099 રૂપિયાનો પણ પ્લાન જારી કર્યો છે. બન્ને પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. આ પ્લાનમાં ડેટા લાભ, વોઈસ કોલિંગ, ટેક્સ્ટ મેસેજ અને પર્સનલ રિંગ ટોનની સુવિધા પણ મળે છે. બીએસએનએલના આ પ્લાનને જોતા એવું લાગે કે કંપનીએ તેને જિઓને ટક્કર આપવા માટે જારી કર્યા છે.
જ્યારે 2099 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં યૂઝર્સને દરરોજ 4 જીબી ડેટા મળે છે. બાકી તમામ સુવિધાઓ આ પ્લાનમાં 1699 રૂપિયાના પ્લાનની જેમ જ મળે છે. જાણકારી અનુસાર આ બન્ને પ્લાન બીએસએનએલ સમગ્ર ભારત લેવલે જારી કરશે. આ પ્લાનને 29 ઓક્ટોબર, 2018થી લાગુ કરવામાં આવશે.
બીએસએનએલના 1699 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળશે. એફયૂપી લિમિટ ખત્મ થયા બાદ યૂઝર્સને 80 કેબીપીએસની સ્પીડથી ડેટા મળશે. જ્યારે આ પ્લાનમાં ગ્રાહકને અનલિમિટેડ લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ કોલિંગની સુવિધા પણ મળશે. આ પ્લાનમાં તમે દિલ્હી-મુંબઈ સર્કલમાં પણ કોલ કરી શકો છો. પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે.
જણાવીએ કે, જિઓ હાલમાં જ 1699 રૂપિયાનો વાર્ષિક પ્લાન જારી કર્યો છે. બીએસએનએલના બન્ને પ્લાનની ટક્કર જિઓના આ પ્લાન સાથે થશે. બીએસએનએલનો નવો પ્લાન દિવાળી મહાધમાકા સ્કીમ અંતર્ગત રજૂ કરવામાં આવ્યો છે અને આ પ્લાનને રિચાર્જથી આઝાદી નામ આપવામાં આવ્યું છે.