મુકેશ અંબાણીની દીકરીના લગ્નમાં આ પોપ સ્ટાર કરશે પરફોર્મ, 15 કરોડ રૂપિયા છે ફી
ફિલ્મફેયર રિપોર્ટ અનુસાર, આનંદ અને ઈશા આ લાઈવ પરફોર્મેન્સ માટે ઘણા એક્સાઈટેડ છે. ગોર્જિયન અનુસાર, પોપ સિંગર બિયોન્સને સંગીત સેરેમનીમાં લાઈવ પરફોર્મેન્સ કરવા માટે 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ વાત પરથી તમે અંદાજો લગાવી શકો છો કે, અંબાણી પરિવારની દીકરીના લગ્ન કેટલા શાહી હશે. ઈશા અંબાણી અને આનંદની સગાઈ 21 સપ્ટેમ્બરે થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણકારી અનુસાર, ઈશા અને આનંદનું સંગીત ફંક્શન ઉદયપુરમાં હશે. કહેવાય છે કે, લગ્ન 10 ડિસેમ્બરે છે, તો પહેલાનું આ ફંક્શન 8 અને 9 ડિસેમ્બરે હશે. આ સંગીત સેરેમનીને શાનદાર બનાવવા માટે પોપ સિંગર બિયોન્સ લાઈવ પરફોર્મ કરશે.
ઈશા અને આનંદનો સગાઈ સમારોહ ત્રણ દિવસ ચાલ્યો હતો. જેમાં અમેરિકન મ્યુઝિશિયન જોન લીજેન્ડ અને એ આર રહેમાને પરફોર્મ કર્યું હતું. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે, ઈશાનો સંગીત સમારોહ તેના કરતા પણ શાનદાર હશે.
નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા ઈંબાણીના લગ્ન 10 ડિસેમ્બરે ઉદયપુરમાં યોજાવા જઈ રહ્યા છે. અંબાણી પરિવારમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે. અહેવાલ છે કે દેશના સૌથી મોંઘા લગ્નમાં હોલિવૂડ પોપ સ્ટાર બિયોન્સ પરફોર્મ કરવા જઈ રહી છે. આ સેરેમનીમાં લાઈવ સિંગિંગ માટે બિયોન્સને મોટી રકમ પણ આપવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -