ગુજરાતમાં પહેલીવાર પેટ્રૉલ કરતાં ડિઝલ થઇ ગયુ મોંઘું, લિટરના રૂ.78.22, મોદી સરકારની નીતિ પર ઉઠ્યા સવાલ
રાજકોટમાં પેટ્રોલ- 77.98 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ-78.06 રૂપિયા પ્રતિ લીટર છે.
વડોદરામાં પેટ્રોલ- 77.84 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ- 77.90 રૂપિયા પ્રતિ લીટર છે.
સુરતમાં પેટ્રોલ-78.19 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ-78.10 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતમાં પેટ્રોલ- ડીઝલના ભાવઃ--- અમદાવાદમાં પેટ્રોલ- 78.15 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ- 78.22 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલિયમ પેદાશ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારામાં ડિઝલની કિંમતો પેટ્રૉલ કરતાં વધી જવામાં ગુજરાત દેશમાં બીજા નંબરનું રાજ્ય બની ગયુ છે. આ પહેલા આસામમાં ડિઝલની કિંમતો પેટ્રૉલ કરતાં 12 પૈસા વધી ગઇ હતી.
અમદાવાદઃ સતત વધી રહેલી પેટ્રૉલ અને ડિઝલની કિંમતોથી ત્રાસી ગયેલી પ્રજા ઉપર હવે વધુ એક પરેશાન આવી છે. ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં પેટ્રૉલની કિંમતો કરતાં ડિઝલની કિંમતો વધી ગઇ છે. ડિઝલની વધેલી કિંમતોથી મોદી સરકારની પેટ્રૉલ-ડિઝલની ભાવ નક્કી કરવાની ફોર્મ્યૂલા પર સવાલો ઉઠવા લાગ્યા છે. આ અગાઉ આસામમાં પણ આવી સ્થિતિ પેદા થઇ હતી.