રિલાયન્સ જિયોની ફ્રી કોલ ઓફરઃ ટ્રાઈના નિર્ણયને એરટેલ ટેલિકોમ ટ્રિબ્યુનલમાં પડકાર્યો
જિયોના વકીલ હાજર હતા. ટ્રાઈએ કહ્યું કે, તેને નિર્ણય માટે 10 દિવસનો સમય જોઈએ છે. ટીડીસેટે ટ્રાઈને હવે પછીના સુનાવણીના દિવસે પોતાનો નિર્ણય લઈને આવવા કહ્યું છે. આ મામલે હવે પછીની સુનાવણી 6 જાન્યુઆરી 2017ના રોજ થશે.
કંપનીએ આરોપ લગાવ્યા છે કે, ટ્રાઈએ ચાર્જ આદેશના માર્ચ 2016નું સતત ઉલ્લંઘન કરી રહી છે અને તેનાથી એરટેલને નુકસાન થઈ રહ્યું છે તથા તેના નેટવર્ક પર અસર પડી રહી છે કારણ કે જિયોના ફ્રી કોલને કારણે કોલની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. અરજી પર શુક્રવારે સુનાવણી થવાની હતી.
કંપનીએ આરોપ લગાવ્યો છે કે, નિયામક ઉલ્લંઘનને લઈને મૂક દર્શ બની ગયું છે. ટેલિકોમ ટ્રિબન્યુનલ (ટીડીસેટ) સમક્ષ 25 પેજની પોતાની અરજીમાં એરટેલે ટ્રાઈને એ સુનિશ્ચિત કરવાના આદેશ આપવાની વિનંતી કરી છે કે, જિયો 31 ડિસેમ્બર બાદ ફ્રી વોયસ અને ડેટા યોજના ઉપલબ્ધ ન કરાવી શકે.
નવી દિલ્હીઃ ભારતી એરટેલે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોના દ્વારા નિર્ધારિત 90 દિવસ બાદ પણ ફ્રી સેવા ચાલુ રાખવાની મંજૂરી આપવાના ટ્રાઈના નિર્ણ વિરૂદ્ધ ટેલિકોમ ટ્રિબ્યુનલ ટીડીએસમાં શુક્રવારે અરજી દાખલ કરી છે.