હવે એક્સપ્રેસની વેઈટિંગ ટિકિટમાં રાજધાની, શતાબ્દીમાં કરી શકાશે પ્રવાસ!, જાણો કેવી રીતે
ધારોકે કોઈએ અમદાવાદથી દિલ્હી માટે કોઈ વ્યક્તિ સુપરફાસ્ટની વેઈટિંગ ટિકિટ લીધી હોય તો તેમણે રિઝર્વેશન કરાવતી વખતે જણાવવાનું રહેશે કે જો તેમની ટિકિટ વેઈટિંગની સ્થિતિમાં રહે તો શું તેઓ સમાન રૂટની આગામી ટ્રેનમાં જગ્યા હોય તો તેમાં જવા માંગે છે કે નહીં. જો વિકલ્પ પસંદ કર્યો હોય તો પછીની ટ્રેનમાં બર્થ ખાલી હશે તો શિફ્ટ થઈ શકાશે. સમાન શ્રેણી માટે તેમાં કોઈ વધારાનો ચાર્જ પણ લેવામાં આવશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોજનાના કારણે મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ બુક કરાવનાર મુસાફરોને રાજધાની અને શતાબ્દી જેવી વિશેષ ટ્રેનમાં પણ મુસાફરીની તક મળી શકે છે. ગત વર્ષે ઉત્તર રેલવે અને દિલ્હી-મુંબઈ, દિલ્હી હાવડા સહિત રૂટ પર આવી યોજના શરૂ કરવામાં આવી હતી. તે યોજનાને સફળતા મળ્યા બાદ નવા વર્ષથી દેશની તમામ ટ્રેનોમાં તેને લાગુ કરવાની હાલમાં વિચારણા ચાલી રહી છે. જોકે તેના માટે મુસાફરે ફોર્મ ભરતી વખતે વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
નવી દિલ્હીઃ જો તમારી પાસે મેલ-એક્સપ્રેસની વેઈટિંગ ટિકિટ છે તો તમે રાજધાની-શતાબ્દી જેવી ટ્રેનમાં મુસાફરી કરી શકશો. રેલવે મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને નવા વર્ષથી એક મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. જે અંતર્ગત રેલવે હવે પોતાની અલ્ટરનેટિવ ટ્રેન એકોમોડેશન સ્કીમને તમામ ટ્રેનોમાં લાગુ કરવાની યોજના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -