ક્રિકેટ ફેન્સ માટે Jioની ખાસ ભેટ, જાણો શું છે Good News
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ યૂઝર્સ માટે એક મોટા ગુડ ન્યૂઝ છે. જિઓ યૂઝર્સને આજથી શરૂ થઈ રહેલ નિધાસ ટ્રોફી ટી20 મેચ લાઈવ જોવા મળશે. જિઓએ નિધાસ ટ્રોફી ટી20 ક્રિકેટ શ્રેણીના ભારતમાં ડિજિટલ પ્રસારણ અધિકાર મેળવ્યા છે. કંપનીએ પાછલા મહીને વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ પ્યોંગચાંગ-2018ના પણ દેશભરમાં ડિઝિટલ પ્રસારણના અધિકાર પ્રાપ્ત કરવામાં સફળ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાનારી આ ત્રિ-કોણીય સિરીઝ મંગળવારથી કોલંબોમાં શરૂ થઈ રહી છે જે 18 માર્ચ સુધી ચાલશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, હાલના અઠનાડિયામાં ભારતીય ડિઝિટલ ગ્રાહકો માટે બે વૈશ્વિક રમતના કાર્યક્રમ વિન્ટર ઓલિમ્પિક 2018 અને EFL કપ રજૂ કર્યા બાદ અમે ગ્રાહકો માટે નિધાસ ટ્રોફી ટી-20 ક્રિકેટ સિરીઝના ભારતમાં ડિઝિટલ પ્રસારણના રાઈટ્સ પ્રાપ્ત કરી લીધા છે.
જિયો તરફથી કહેવામાં આવ્યું છે કે કંપની આ સિરીઝના સારા કવરેજ માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સાથે મળીને કામ કરશે. તેનાથી ભારતીય ગ્રાહકોને મોબાઈલ ડિવાઈસ પર ક્રિકેટ જોવાનો અનુભવ મળશે. Jio TV પર આ ઈવેન્ટ કવરેજ દરમિયાન પેકેજ લાઈવ, રિપીટ ટેલિકાસ્ટ અને હાઈલાઈટ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -