અંબાણી પરિવારના ભાવિ વેવાઈ મનાતા ડાયમંડ કિંગ રસેલ મહેતા કોણ છે? કેવો છે તેમનો પરિવાર?
ભારત ઉપરાંત ગલ્ફ દેશમાં પણ રોઝી બ્લૂ ડાયમંડ 8 બ્રાન્ડ ધરાવે છે. રોઝી ગ્રુપ સાથે અંદાજે 10,000થી વધારે કર્મચારી કામ કરે છે. ભારત, ગલ્ફ ઉપરાંત હોંગકોંગ, ચીન, નોર્થ અમેરિકા જેવા અનેક દેશમાં બિઝનેસ ફેલાયેલો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં રોઝી બ્લૂ ડાયમંડ કંપની બે ભાગમાં કામ કરે છે. એક ભારતમાં અને બીજો ભાગ સમગ્ર વિશ્વમાં કાર્યરત છે. રોઝી બ્લૂ ડાયમંડ કંપની એક પારિવારીક બિઝનેસ છે.
ભારતમાં ‘ઓરા’ લક્ઝુરી ડાયમંડ જ્વેલરીની ચેઈન શરૂ કરનાર હર્ષદ મહેતાનું રોઝી બલ્યુ ડાયમંડ ગ્રુપ આજે 4000 કરોડથી વધારેનું ઈન્ટરનેશનલી ટર્નઓવર ધરાવે છે.
50 વર્ષ પહેલા રોઝી બ્લૂ ડાયમંડ કંપની બી. અરૂણકુમારના નામ સાથે શરૂ થઈ હતી. 1973માં કંપનીએ વિશ્વભરમાં પોતાનો કારોબારનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું હતું.
બેલ્જિયમ બેસ્ડ રોઝી બ્લૂ વિશ્વની જાણીતી ડાયમંડ કંપનીઓમાંની એક છે. રસેલ મહેતા રોઝી બ્લૂ ડાયમંડ કંપનીના એમડી છે. આ કંપની ઓરા નામે રિટેલ બ્રાન્ડ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, રોઝી બ્લ્યુ ડાયમન્ડના માલિક રસેલ મહેતા અને અંબાણી પરિવાર વચ્ચે લાંબા સમયથી ઘરોબો છે તેમજ આકાશ અને શ્લોકા બંને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યાં હોવાથી એકમેક સાથે જૂનો પરિચય ધરાવે છે.
મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા દીકરા આકાશ અંબાણી ચાલુ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. પીટીઆઈના અહેવાલ અનુસાર તેના લગ્ન હીરા કારોબારી રસેલ મેહતાની સૌથી નીની દીકીર શ્લોકા મેહતા સાથે થઈ શકે છે. જોકે બન્ને પરિવારોએ આ વાત પર કોઈ ટીપ્પણી કરી નથી. પરંતુ પીટીઆઈએ સૂત્રો દ્વારા લખ્યું છે કે, આગામી થોડા જ સપ્તાહમાં તેની સગાઈ થઈ શકે છે અને ચાલુ વર્ષે ડિસેમ્બરમાં તે લગ્ન કરી લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -