ટાટા મોટર્સમાં છટણીઃ મેનેજમેન્ટ સ્તરે 1,500 કર્મચારીઓને છૂટા કર્યા
ટાટા મોટર્સના અધિકારી દાવો કરે છે કે, આ છટણીનું કારણ ખર્ચ ઘટાડવાનું નથી પરંતુ સંસ્થાના સ્ટ્રક્ચરને વધારે મજબૂત કરવાનું છે. આ છટણીની સાથે ટાટા મોટર્સ પણ એ કંપનીઓની લીગમાં સામેલ થઈ જે ચાલુ વર્ષે કર્મચારીઓની છટણી કરી રહી છે. એક આંકડા અનુસાર, લાર્સન ટર્બોએ ચાલુ વર્ષે 14,000 લોકોની છટણી કરવાની જાહેરાત કરી છે તો એચડીએફસી બેંકે અત્યાર સુધી 10 હજાર કર્મચારીઓની છટણી કરી છે. જ્યારે આઈટી સેક્ટરમાં 50 હજાર નોકરીઓ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાટા મોટર્સના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરસી રામકૃષ્ણને જણાવ્યું કે, અમે કર્મચારીઓની ભૂમિકા અને જરૂરતનું ખૂબ ઉંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. આ નિર્મય સુધી પહોંચવામાં અમને 6-9 મહિનાનો સમય લાગ્યો છે. અમે છટણીના સમયે પરફોર્મન્સ અને નેતૃત્વ ક્ષમતા જેવી ખૂબિઓને ધ્યાનમાં રાખી છે.
મુંબઈઃ ટાટા મોટર્સ ઘરેલુ સ્તર પર મેનેજમેન્ટ સ્તર પર 1,500 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે. કંપનીએ રિસ્ટ્રક્ચરીંગ અંતર્ગત આ નિર્ણય કર્યો છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તથા સીઈઓ ગુએન્ટેર બટ્સચેકે કહ્યું કે કુલ 13,000 મેનેજર છે જેમાંથી 10થી 12 ટકા એટલે કે 1,500 સુધીના કર્મચારીઓને છૂટા કર્યા છે. કંપની નાણાંકીય પરિણામની જાહેરાત બાદ આ વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -