IT ક્ષેત્રે આગામી 1-2 વર્ષ ચાલશે છટણીનો દોર, ડિજિટાઈઝેશન અને ઓટોમેશન કારણભૂત
હાલનો તબક્કો પડકારરૂપ હોવા છતાં અલ્પકાલીન છે તેમ તેમણે જણાવ્યું હતું. ટેલેન્ટ મેનેજમેન્ટ સોલ્યુશન પ્રોવાઈડર કેલીઓસીજી ઈન્ડિયાના કન્ટ્રી ડિરેક્ર ફ્રાન્સિસ પદ્મનાભનના જણાવ્યાં અનુસાર આગામી થોડા સમય દરમિયાન દેશની આઈટી કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા તર્કબદ્ધ સ્તર સુધી લાવવાની પ્રક્રિયા જારી રહેશે. જાપાનીઝ બ્રોકરેજ કંપની નોમુરાએ તાજેતરમાં એક રિસર્ચ નોટમાં જણાવ્યું હતું કે ઈન્ફોસિસ, કોગ્નિઝન્ટ, ટેક મહિન્દ્રા તથા વિપ્રોના આશરે 7,60,000 કર્મચારીઓમાંથી 2-3 ટકાની છટણી બહુ વધુ ના કહી શકાય. જ્યાં સુધી કર્મચારીઓ નવી ડિજિટલ ટેક્નોલોજીસને આત્મસાત ના કરી લે ત્યાં સુધી છટણીની કામગીરી જોવા મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોયેલે વધુમાં જણાવ્યું હતું કે છટણીની પ્રક્રિયા 1-2 વર્ષ સુધી ચાલે તેવી શક્યતા હોવા છતાં આઈટી ક્ષેત્રના કર્મચારીઓ માટે પોતાને નવી ટેક્નોલોજી પ્રમાણે અપગ્રેડ કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. મોટાભાગે મેન્યુઅલ ટેસ્ટિંગ, ટેક્નોલજી સપોર્ટ તથા સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન જેવા વિભાગોમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તથા રોબોટિક પ્રોસેસ ઓટેમેશનથી કામગીરીનું સંચાલન થવાનું વલણ વધ્યું હોઈ આ ક્ષેત્રોમાં છટણી થવાની શક્યતા વધુ છે. જોકે બીજી બાજુ ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ) તથા ડિજિટલ ડોમેઈન આધારિત ચોક્કસ આવડતના ક્ષેત્રોમાં કર્મચારીઓની માગમાં ઉછાળો જોવાશે.
ટીમલીઝ સર્વિસિસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને કો-ફાઉન્ડર રિતુપર્ણા ચક્રબોર્તીના જણાવ્યાં અનુસાર હાલના તબક્કે એવી સ્થિતિ સર્જાઈ છે કે ઉદ્યોગમાં આવી રહેલા ઝડપી પરિવર્તનો સાથે તાલ મિલાવવામાં કર્મચારીઓ નિષ્ફળ જઈ રહ્યાં છે. ગ્લોબલહન્ટના એમડી સુનિલ ગોયલના જણાવ્યાં અનુસાર નવી ટેક્નોલોજીના આગમનને કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની આ પ્રકારની પ્રક્રિયા ઉદ્યોગમાં દર 3-5 વર્ષે જોવા મળે છે, પરંતુ અમેરિકાએ તેની આઈટી નીતિમાં ફેરફાર કર્યો હોવાને કારણે આ વખતે તેની અસર વધુ જોવાઈ રહી છે.
આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં સતત નવી આવી રહેલી ટેક્નોલોજીસ, રોબોટિક પ્રોસેસ ઓટેમેશન તથા ક્લાઉડ ક્મ્પ્યુટિંગ વગેરેને કારણે માનવબળની જરૂરિયાત ઘટી રહી હોવાથી સોફ્ટવેર કંપનીઓએ તેમની વ્યૂહરચનાઓ પર ફેરવિચાર કરવાની જરૂર ઉભી થઈ છે.
આઈટી કંપનીઓ માટે મહત્વના મનાતા બજારોમાં વધતા જતાં સંરક્ષણવાદને કારણે તેમના નફા પર થઈ રહેલી અસરને ઘટાડવા તથા ખર્ચ પર નિયંત્રણ લાદવા માટે આ કંપનીઓ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો માર્ગ અપનાવી રહી છે. અમેરિકા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝિલેન્ડ જેવા દેશોમાં ખાસ કરીને ભારતીય સોફ્ટવેર નિકાસકારોને કારોબારના આકરા માહોલ તથા વર્ક પરમિટ માટેના કડક નિયમોનો સામનો કરવો પડી રહ્યો છે.
નવી દિલ્હીઃ આઈટી ઉદ્યોગમાં ડિજિટાઈઝેશન અને ઓટોમેશનને એક નવી સામાન્ય વાત થઈ ગઈ છે. તેના કારણે ઇન્ફોસિસ, કોગ્નિજેન્ટ અને મહિન્દ્રા જેવી કંપનીઓમાં મોટાપાયે કર્મચારીઓની છટણી થઈ રહી છે. નિષ્ણાંતોનું માનીએ તો, આઈટી કંપનીઓમાં કર્મચારીઓનો છટણીનો આ દોર આગળ પણ એક-બે વર્ષ સુધી ચાલુ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -